Abtak Media Google News

બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામના જૂજ મંદિરો છતા સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાય છે: આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાશે

બ્રાહ્મણોના આરાધ્ય દેવ શૌર્ય અને વીરતાના પ્રતીક ભગવાન પરશુરામની આજે જન્મજયંતિ છે.આરાધ્ય દેવને વધાવવા બ્રહ્મસમાજમાં અનેરો થનગનાટ જોવા મળે છે. જોકે કોરોનાના કારણે આ વર્ષે ભૂદેવો ઘેર રહીને જ આરાધ્ય દેવની પૂજા અર્ચના કરશે.તેઓ ધનુવિદ્યાના સર્વોતમ ગુરુ હતા. શ્રેષ્ઠ દાનવીર હતા ભગવાન પરશુરામ યોગ,વેદ અને નીતિ રીતિના પારંગત હતા. આમ ભગવાન પરશુરામ ચિરંજીવ,શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક છે, જે અજર અમર છે. ભગવાન પરશુરામ ની કૃતિ નજર સમક્ષ આવે તો વિકરાળ સ્વરૂપ ક્રોધ રૂપી ચહેરો માનસપટ પર છવાઈ જાય, પરંતુ ખરેખર તો ભગવાન પરશુરામ એક મૃદુ, લાગણી શીલ સહિષ્ણું ઋષિ છે. ભગવાન પરશુરામ તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારના આદર્શ પ્રતિક છે. આજના શુભ દિને બદ્રીધામના દ્વાર પણ ખુલે છે અને જીવનને મોક્ષ તરફ લઇ જનારી ચારધામની યાત્રાની શરૂઆત થાય છે. આજના દિવસે વિવાહ ,વેપાર ,ગૃહ પ્રવેશ,નવી ખરીદી વગેરે શુભ કાર્યો માટે વણ જોયું મુહુર્ત માનવામાં આવે છે.આજના દિવસને “યુગાદી તિથી” પણ માનવામાં આવે છે ભગવાન પરશુરામ અજર અમર હોવાથી તેમના મંદિરો બહુ ઓછા છે. પરંતુ રાજકોટમાં રૈયા રોડ પર પરશુરામધામ શ્રેષ્ઠ આસ્થાનું સ્થાન છે, તેમના નવ સ્થાપિત મંદિરોમાં લીંબડી હાઇવે પર છે. મોરબી ખાતે પણ સ્થાપના થયેલ છે. આ મંદિરે અનેક લોકો પૂજન-અર્ચન કરી માથું ટેકવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આમતો પરશુરામજી ની અનેક અજર અમર કથાઓ જીવંત છે આજના દિવસે સૌ પ્રાર્થના કરીએ કે આપ અમોને અમારું જીવન પૂર્વ વ્રત કરો… પ્રભુ સમગ્ર હિંદુ સમાજ ભગવાન પરશુરામને શોર્ય અને વીરતાના પ્રતિક તરીકે અખાત્રીજના રોજ પરમ્પરાગત પરશુરામ જયંતિ ધામધૂમ પૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવે છે. પરશુરામ બ્રહ્મ તેજને એક અલગ પ્રકારે ક્ષાત્ર તેજ સાથે સંમીલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનાર મહાપુરુષ તરીકે ઇતિહાસમાં જગવિખ્યાત છે. આમ ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સૌ તન મન બુદ્ધિ અને અહંકારનું શુધ્ધિકરણ કરીને ભગવાનને પામીએ, આવા વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત,પિતૃભક્ત ,માતૃભક્ત એવા તેજસ્વી નીડર ,બળવાન શ્રી પરશુરામજીના સમસ્ત બ્રહ્મ સમાજ વંદન કરે છે.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા, અંશાવતાર: પરશુરામ

વૈશાખ સુદ ત્રીજની પાવન તિથિએ વિષ્ણુ આવ્યા. ‘ભગવાનના છઠ્ઠા અંશાવતાર ગણાતા ભગવાન પરશુરામને જન્મ થયો હતો. તેમના પ્રચંડ અને વિરાટ વ્યકિતત્વનો પરિચય ભગવદ્ ગોમંડળમાંથી મળે છે. તદ્અનુસાર વિશ્ર્વામિત્રતા જુહુ કુળના ઋષિ જમદિગ્ન અનેઈક વાકુવંશની રાજક્ધયા રેણુકાના પુત્રોમાં સૌથી નાના પુત્ર રામ પરશુરામ હતા. એક દિવસ રેણુકા સ્નાન કરવા નદીએ ગઈ હતી. ત્યાં તેણે રાજા ચિત્રરથને પોતાની સ્ત્રી સાથે જલક્રિડા કરતો જોયો અને કામવાસનાથી ઉદિવગ્ન થઈ ઘષર આવી. તેની આ દશાજોઈને જમદગ્નિ બહુ જ ગુસ્સે થયા અને પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા આજ્ઞા કરી, પરંતુ સ્નેહવશને લીધે કોઈનાથી તેમ થઈ શકયું નહી એવામાં પરશુરામ આવીયા. પરશુરામે આજ્ઞા મળતા જ માતાનું મસ્તક કાપી નાખ્યું તેથી જમદગ્નિએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું, પરશુરામે કહ્યું કે, ‘પહેલા તો મારી માતાને સજીવન કરો, પછી એ વરદાનો આપો કે, હું પરમાયુ પ્રાપ્ત કરૂ અને યુધ્ધમાં મારી સામે કોઈ ટકી શકે નહીં.’ જમદગ્નિએ તેમ જ કર્યું. બાળપણમાં રેણુકા માતાના હાથ નીચે તેણે શિક્ષણ લીધું હતુ. ભીષ્મ અને દ્રૌણાચાર્ય અને સૂર્યપુત્ર કર્ણએ પણ પરશુરામ પાસેથી ધનુવિદ્યાનું શિક્ષણ લીધું હતુ. ભગવાન શિવે પરશુરામને પોતાનું ત્રયંબક નામનું ધનુષ આપીને કહ્યું હતુ કે, ‘જયારે એ ધનુષ ભાંગશે ત્યારે તારૂ તેજ જશે અને રામાવતાર થશે.’ આ શિવવાણી ત્રેતાયુગને અંતે સિધ્ધ થઈ હતી.

Parshuram Jayanti
ભગવાન પરશુરામની અનેક અજર અમર કથાઓ

કહેવાય છે કે ભગવાન ગણપતિ જે તેમના હાથમાં પરશુ રાખે છે, તે પણ અજર અમર ભગવાન પરશુરામજીએ તેમને પ્રસન્ન થઇ ભેટમાં આપેલ છે. તેઓએ અનેક યોદ્ધાઓને શસ્ત્ર અને શાસ્ત્ર ની વિદ્યા આપી છે.  જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણનો સમાવેશ થાય છે. કર્ણને વિદ્યા આપ્યા બાદ તેને એક વાત કહેલ કે ” જયારે તારે વિદ્યાની જરૂર પડશે ત્યારે જ તું તારી વિદ્યા ભૂલી જશે.” અને દાનવીર કર્ણ નું મૃત્યુ થયેલું તે વાત પણ આપ સર્વેને વિદિત છે. ભગવાન પરશુરામ કામધેનું ગાય પાછી લાવ્યાની વાત પણ ખુબ તેજોમય છે. જે જાણવા જેવી છે. પૃથ્વીપર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખુબ શક્તિશાળી અને બળવાન હતો. ભગવાન દત્તાત્રેયજી પાસેથી તેમને એક હજાર હાથનું વરદાન મળ્યું હતું જેના કારણે તેમને તેમની શક્તિનો ખુબ ઘમંડ અને અભિમાન હતું. ત્યારે વરુણ દેવે અભિમાની સહસ્ત્રાર્જુન ને કહ્યું કે આ પૃથ્વી પર તમારા કરતા પણ ખુબ શક્તિશાળી યોધ્ધા છે. જેનું નામ પરશુરામ છે. આ સાંભળી અભિમાની સહસ્ત્રાર્જુન પરશુરામજીને શોધવા નીકળ્યા અને તેના આશ્રમે પહોચ્યા ત્યાં પહોચતા અજર અમર પરશુરામજી હાજર ના હોય તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકાજીએ તેમનું રાજાને ઉચિત સ્વાગત કર્યું તેમને ભાત-ભાતના ભોજન અને મિષ્ટાન જમાડ્યા આટલા 32 ભાતના ભોજનીયા જોઈ રાજાને થયું આ ઋષિના આશ્રમમાં આટલા પકવાન કઈ રીતે? ત્યારે તેમણે જમદગ્નિને પૂછ્યું તો જમદગ્નિપાસે કામધેનું ગાય હોવાની વાત સાંભળી અને તે બધી ઈચ્છાઓ પૂર્ણ કરતી હતી.લાલચ અને લોભમાં તે ઋષિની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કામધેનું ગાયને પોતાની સાથે લઇ ગયો પરશુરામજી જયારે આશ્રમે પરત ફર્યા ત્યારે વાછરડાઓ દુ:ખથી વિલખતા જોયા અને માતાજી પાસેથી સમગ્ર વાત સાંભળી ગુસ્સે થઈને પોતાના શસ્ત્રો લઇ સહસ્ત્રાર્જુન ને કહ્યું આવું અધમ કૃત્ય ન કર પવિત્ર ગાય કોઈની પણ ના લેવાય ગાય પરત કર, પણ સહસ્ત્રાર્જુન એક ના બે ન થતા ભયંકર યુદ્ધ થયું ભગવાન શિવજીના આશીર્વાદ હોવાથી પરશુરામજીએ સહસ્ત્રાર્જુન નો વધ કર્યો અને કામધેનું ગાયને તેના કેદમાંથી છોડાવી આશ્રમે પરત લઇ આવ્યા . આવી અનેક તેની અજર અમર કથાઓ છે. તેઓ તેમને તેમના તપ બળથી ભગવાન શિવ પ્રસન્ન થયેલ અને ભગવાન શિવે તેમને પરશુ (શસ્ત્ર) અર્પણ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.