Abtak Media Google News

અબતક, રાજકોટ

તાઉતે વાવાઝોડાએ પીજીવીસીએલની પથારી ફેરવી નાખી છે. પીજીવીસીએલને આ વાવાઝોડાની તબાહીને પગલે કરોડોનું નુકસાન થયું છે. પીજીવીસીએલ કુલ 1.23 લાખ કિમિની લાઈનોનું નેટવર્ક ધરાવે છે. જેમાંથી 9 હજાર કિમીની લાઇન ડેમેજ થઈ ગઈ છે. 2333 ગામમાં અંધારપટ્ટ સર્જાયો છે. 1.20 લાખ ટીસી ખોટકાયા છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સૌથી વધુ નુકસાન થયું છે. લાઈટ ન હોવાથી ચાર્જ ન થયેલા મોબાઈલ ડબલા બની ગયા છે. જેના કારણે વાયરલેસથી સ્ટાફ સાથે વાતચીત કરવાની નોબત આવી છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે વિસ્તૃત વિગતો જાહેર કરી છે.

ગુજરાતના દરિયા કાંઠે તાઉતે વાવાઝોડુ ત્રાટકેલ છે. પીજીવીસીએલના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના દરિયા કાંઠે વ્યાપક અસર કરેલ છ જયારે જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ અને મોરબીના ઘણા બધા વિસ્તારોને અસર કરેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના કુલ 1ર જીલ્લાઓમાં કુલ 425 કોવીડ હોસ્પિટલો પૈકી 1રર હોસ્પિટલોના વીજ પુરવઠાને અસર થયેલ છે.જે પૈકી 58 હોસ્પિટલોના વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવેલ છે. બાકીની 64 હોસ્5િટલો માટે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરી યુઘ્ધના ધોરણે ચાલુ છે. હાલમાં સદર હોસ્પિટલોમાં જનરેટર સેટ દ્વારા વીજ પુરવઠો ચાલુ છે.

ઉર્જા વિભાગ હેઠળની દરેક તમામ વીજ વિતરણ કંપનીની કોર્પોરેટ કચેરી તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ર4 કલાક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવેલ છે. પીજીવીસીએલ વિસ્તારમાં 2.23 લાખ કી.મી. વીજ લાઇનમાંથી આશરે નવ હજાર કી.મી. જેટલી ખેતીવાડી સિવાયની લાઇન નુકશાન પામેલ છે. ખેતીવાડી સિવાયના 1,20,000 વીજ ટ્રાન્સફોર્મર માથી 6,000 જેટલા ટ્રાન્સફોર્મરને નુકશાન થયેલ છે. ખેતીવાડી વીજલાઇનને થયેલ નુકશાનનો અંદાજ અલગથી કરવામાં આવી રહ્યો છે.

Dsc 0681

પીજીવીસીએલની અસરગ્રસ્ત તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઉભી થતી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાયબ ઇજનેર- જુનીયર ઇજનેરની આગેવાની હેઠળ લાઇન સ્ટાફને વાહન સાથે ખડેપગે રખાયો છે. પીજીવીસીએલ ની પ00 ડીપાર્ટમેન્ટલ અને 736 કોન્ટ્રાકરની ટીમ તથા યુ.જી.વી.સી.એલ. ની રપ અને એમ.જી.વી.સી.એલ. 50 ટીમો જરુરી સાધન સામગ્રી અને સલામતિ સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયેલ છે. તમામ ચીજ વસ્તુઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે. તમામ વિભાગીગ કચેરીઓ અને કાંઠાળ વિસ્તારોમાં આવશ્યક વીજ માલ સામાનનો પુરતો જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે.

પીજીવીસીએલના 5831 ગામડાઓપૈકી 3738 ગામડામાં વીજ પુરવઠા ને અસર થવા પામેલ છે તે માંથી 1117 ગામડાઓને વીજ પુરવઠા પૂર્વવત કરી દેવામાં આવેલ છે જયારે 2621 ગામડાઓને વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. તાઉતે વાવાઝોડુના કારણે ખેતીવાડી વિસ્તારોને બાદ કરતા પીજીવીસીએલને અંદાજીત રૂ. 110 કરોડનું આર્થિક નુકશાન થયેલ છે.

વીજ પુરવઠો ખોરવાઇ જવાના સંજોગોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ, હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલ, ઓકસીજન પ્લાન્ટ, વોટર વર્કસના જોડાણો, મહત્વની સરકારી કચેરીઓ આશ્રય ગૃહો વગેરેમાં વીજ પુરવઠાનું પુન:સ્થાપન એ પ્રાથમિકતા રહેશે.

 

આટલુ નુકસાન પ્રથમ વખત થયું, પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ: સૌરભ પટેલ

ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે હજુ નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. આ નુકસાન કરોડોમાં હશે તે નક્કી છે. આટલું નુકસાન પ્રથમ વખત થયું છે. ઘણા વિસ્તારોમાં 100થી પણ વધુ ઝડપે પવન હોય રાતના સમયે સમારકામ શક્ય ન હતું. જેથી આજે વહેલી સવારથી જ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ થઈ ગયું છે. ઉપરાંત પીજીવીસીએલની ટીમે પેટ્રોલીંગ પણ શરૂ કરી દીધું છે. આ માટે ઓછા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ સ્ટાફ બોલાવવામાં આવ્યો છે. પ્રથમ હોસ્પિટલો ત્યારબાદ ઘરોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. ત્યારપછી બીજા ફેઝમાં ખેતીવાડીનું સમારકામ હાથ ધરવામાં આવશે.

220 કેવીના બે સબસ્ટેશનો બંધ થયા, પવન એટલો ભયાનક હતો કે ફાઉન્ડેશન સાથે ટાવર ઉડી ગયા!!

અમરેલી અને ગીરસોમનાથ પંથકમાં વાવાઝોડાની અસર તીવ્ર રહી હતી. જેથી આ વિસ્તારોમાં પીજીવિસીએલને ભારે નુકસાન થયું છે. સાવરકુંડલા અને ઉનાના ધોકળવા ગામે 220 કેવીના સબ સ્ટેશનો બંધ થઈ ગયા હતા. અહીં પવન એટલો ભયાનક હતો કે ફાઉન્ડેશન સાથે ટાવર ઉડી ગયા હતા. જો કે બાદમાં ઉનાના ધોકળવા ગામે સબ સ્ટેશનમાં સમારકામ કરી તેને ફરી કાર્યરત કરી દેવામાં આવ્યું હતું.

122 કોવિડ હોસ્પિટલોમા લાઈટ ગુલ, 98માં સમારકામ થઈ શક્યું

પીજીવીસીએલના વિસ્તારમાં આવતી 122 જેટલી કોવિડ હોસ્પિટલમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. જો કે આ કોવિડ હોસ્પિટલમાં જનરેટરની મદદથી જરૂરી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. બાદમાં પીજીવિસીએલએ તુરંત સમારકામ હાથ ધરીને 98 હોસ્પિટલમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કર્યો હતો.

 

 

કયા તાલુકાના કેટલા ગામોમાં વીજ પૂરવઠો બંધ?

  • ભેંસાણ  40
  • જૂનાગઢ 93
  • માણાવદર 27
  • મેંદરડા 41
  • વંથલી  63
  • વિસાવદર   55
  • ગીરગઢડા  34
  • કોડીનાર   70
  • સુત્રાપાડા-66
  • તાલાલા-77
  • ઉના    47
  • વેરાવળ 58
  • અમરેલી  29
  • બાબરા 47
  • બગસરા 46
  • ધારી   49
  • જાફરાબાદ 65
  • ખાંભા   76
  • લાઠી    34
  • લીલીયા 54
  • રાજુલા  80
  • સાવરકુંડલા 93
  • વડીયા  16
  • ભાવનગર      10
  • ગારીયાધાર     42
  • ઘોઘા   56
  • જેસર   43
  • મહુવા  140
  • પાલીતાણા      30
  • સિહોર  28
  • તળાજા 103
  • ઉમરાળા     32
  • વલ્લભીપુર    66

 

કયા કેટલા ફિડર બંધ?

  • રાજકોટ શહેર   29
  • રાજકોટ રૂરલ   171
  • મોરબી 81
  • પોરબંદર   182
  • જૂનાગઢ 300
  • જામનગર   311
  • ભૂજ    84
  • અંજાર  77
  • ભાવનગર   148
  • બોટાદ  75
  • અમરેલી   773
  • સુરેન્દ્રનગર  102
  • કુલ     2333

અબતક સાંધ્ય દૈનિકનું ગહન વાંચન કરતા ઉર્જામંત્રી

Dsc 0679

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે આજે પીજીવીસીએલ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા પૂર્વે અબતક સાંધ્ય દૈનિકનું ગહન વાંચન કર્યું હતું. આ વેળાએ તેઓએ અબતકની પોઝિટિવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝની ઢબની સરાહના કરી હતી. સાથોસાથ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ વેરેલી તબાહી અંગેની વિગતો પણ મેળવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.