Abtak Media Google News

દેશમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે. ચોમાસાના કારણે રોડ-રસ્તાને ભારે નુકશાન થાય છે. વધુ વરસાદ પડવાથી કે રોડ પર પાણી ભરાવાથી રસ્તા પરનો ડામર ઉખડી જાય અને રસ્તો ખરબચડો થઈ જાય. હાલ સોશ્યિલ મીડિયા પર વરસાદના કારણે રસ્તો ધરાશાઈ થયો જોવા મળે છે.

અરુણાચલ પ્રદેશની રાજધાની એટલે કે ઇટાનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-415 પર સતત વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે માર્ગ ધોવાઈ ગયો હતો. માટીનો એક ભાગ જમીનથી અલગ થઈ ગયો હતો. આ સાથે રસ્તાની બાજુની દિવાલ પરનું દબાણ ઘટી ગયું અને રસ્તો હાઈવેથી નોખો પડી ગયો. ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.


વિડિઓમાંથી આપ જોઈ શકશો કે કેવી રીતે આ મોટો અકસ્માત સર્જ્યો. વિડિઓ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરના ઇન્દિરા ગાંધી પાર્ક નજીકનો છે, જ્યાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઇ જવાને કારણે માટી ડૂબી ગઈ છે. ખુશનસીબે કોઈ ગાડી કે વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું. આથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.