Abtak Media Google News

જામનગરથી કચ્છ જવા માટે નવો ફોર લેન કોસ્ટલ હાઇવે રોડનું નેશનલ ઓર્થોરેટી ઓફ હાઇવે દ્વારા નિર્માણનું કાર્ય હાથ ધરાયું આ ફોર લેન રોડ અંદાજે રૂા.845 કરોડના ખર્ચે આ ફોર લેન રોડ તૈયાર થશે. ધ્રોલ શહેરનો બાયપાસનું નિર્માણનો સમાવેશ કરાયો છે. વાકીયાથી ભાદરા ત્રણ પાટીયા થઇને માળીયા સુધીનો રોડ બનશે.જામનગરથી કચ્છ જવા માટેનો માળીયા તરફનો હાઇવે રોડ અતિ બિસ્માર હાલતમાં વારંવાર થાય છે.

મહત્વનો ગણાતો આ હાઇવે રોડ કચ્છ માટે સોર્ટકટ રોડ હોવાથી ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે ખુબ આર્શિવાદરૂપ છે. ત્યારે જામનગર જિલ્લાથી કચ્છને જોડતો કોસ્ટલ હાઇવે અતિ મહત્વનો રોડ આગામી સમયમાં ફોર લેન્ડ રોડ નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા નિર્માણનું કામ હાથ ધરાશે આ માટે થઇને ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

જામનગરથી કચ્છ જવા માટેનો કોસ્ટલ હાઇવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ રોડથી વાહન ચાલકો ભારે પરેશાન થાય છે. આ મુશ્કેલીનું નિરાકરણ ટુંક સમયમાં આવે તેવા સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા ફોર લેન રોડ આગામી સમયમાં બનાવાશે. જે અંગે મળતી માહિતી મુજબ વાંકીયા ગામથી ધ્રોલ બાયપાસ થઇને ભાદરા ત્રણ પાટીયા થઇ આમરણ થઇને માવના ગામ થઇ માળીયા હાઇવેને જોડાશે.અંદાજે 100 થી 125 કિ.મી. સુધીનો આ રોડ ફોર ટ્રેક બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા આ ફોર લેન બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે આ રોડ રૂા.845 કરોડના ખર્ચે નિર્માણ થશે તેવું જાણવા મળી રહ્યું છે. વર્ષોથી જામનગર જિલ્લાના ઔદ્યોગીક એકમો માટે કચ્છ-રાજસ્થાન જવા માટે આ કોસ્ટલ હાઇવે અતિ મહત્વનો બની રહેશે. આ ફોર લેન રોડનું નિર્માણ થતાં જામનગર જિલ્લાના ઔદ્યોગીક એકમોને પણ ટ્રાન્સપોર્ટેશન માટે ખુબ જ રાહત મળશે અને ઝડપથી અવર-જવર પણ થઇ શકશે. આ રોડના નિર્માણથી ગુજરાત સાથે અન્ય રાજ્યના વેપાર ધંધાને પણ જોડી શકાશે. આમ વર્ષો જુનો કોસ્ટલ હાઇવે રોડનો પ્રશ્ન ઉકેલાશે. સાથે સાથે ધ્રોલ શહેરનો વર્ષો જુનો બાયપાસ રોડનો પ્રશ્ન પણ ઉકેલાય જશે. જેનાથી ધ્રોલ શહેરમાં પણ ટ્રાફીક સમસ્યામાં રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.