Abtak Media Google News

મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગત માસે કરવામાં આવેલી ચાર દિવસની હડતાળના કારણે જામનગર મહાનગર પાલિકાએ ચારને બદલે બાર દિવસનો પગાર કાપી નાખ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીને ન્યાય આપવા માંગણી કરી છે. શહેર-જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વર્ષોથી ભરતી કરાયેલા આરોગ્ય કર્મચારીઓને હજુ કાયમી કરાયા નથી.

Advertisement

જેથી કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાલ તા.16 થી 19 મે સુધી પાડી હતી. જે બાદ સરકારની સૂચના અનુસાર 19 મેના રોજથી કર્મચારીઓ ફરજ પર હાજર થઇ ગયા હતા.ત્યારબાદ કર્મચારીઓના ગત દિવસમાં પગાર થતા તેઓના હડતાલના ચાર દિવસનો પગાર કાપવાને બદલે બાર દિવસનો પગાર કાપી નાખવામાં આવતા કર્મચારીઓના હાથમાં માત્ર 19 દિવસનો પગાર આવ્યો છે.આ અંગે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના કુલદીપસિંહ જાડેજા અને અન્ય કર્મચારીઓએ સહી સાથે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાય માંગ્યો છે.

કર્મચારીઓએ તંત્રને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી નેશનલ હેલ્થ મિશનના આરોગ્ય કર્મચારીઓ કોરોનાની મહામારી ઉપરાંત ડેન્ગ્યુ સહિતની કામગીરીમાં પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.