Abtak Media Google News

કોરોના વાયરસે વિશ્વ આખાને હચમચાવી દિધુ છે. પરંતુ એ વાત નકારી ન શકાય કે કોરોનાએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન પણ બનાવી દીધા છે. જ્યાં જોવો ત્યાં…. ઈમ્યુનિટી ને એન્ટીબોડીની વાતો… કોરોનાને મ્હાત આપવા ઇમ્યુનિટી અને એન્ટીબોડી જરૂરી તત્વો ગણાતા લોકો આ પાછળ ખૂબ દોડ્યા છે અને હજુ આ દોડ ચાલુ જ છે. એ વાત જાણીને નવાઈ લાગશે કે ઈમ્યુનિટી વધારવા ભારતીયોએ એક વર્ષમાં અધધ…. 15 હજાર કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.

રોગ પ્રતિકારક શકિત વધી કે ન વધી ફાર્મા કંપનીઓની “શકિત” વધી ગઈ !!

રોગ પ્રતિકારક શકિત વધી કે ન વધી ફાર્મા કંપનીઓની “શકિત” વધી ગઈ !! રોગ પ્રતિકારક શકિત વધી કે ન

જૂન 2020થી મે 2021ના ગાળામાં ભારતીયોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા સૌથી વધુ એન્ટિવાયરલ ડ્રગ ફેવીપિરાવીર અને એઝિથ્રોમાસીનની ખરીદી કરી !!

લોકો તો જાગૃત થઈ કોરોના સામે બચવા એનકેન પ્રકારે વિભિન્ન ઉપાયો અપનાવી રહ્યા છે. આ દોડમાં જ ઇમ્યુનિટી માટે મહામારી જેવા કપરાકાળમાં પણ કરોડો રૂપિયા ખર્ચાયા. પરંતુ આનો મોટો લાભ દવા બનાવતી ફાર્મા કંપનીઓ અને મેડીકલ વિક્રેતાઓને મળ્યો છે. રોગપ્રતિકારક શક્તિ વધે કે ન વધી પરંતુ ફાર્મા કંપનીઓની શક્તિ વધી ગઈ છે. 15 હજાર કરોડ કરતા વધુ રૂપિયાનો વેપલો કર્યો છે.

Screenshot 1 31

અહેવાલો મુજબ,ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી)ના ડેટા દર્શાવે છે કે જૂન 2020 થી મે 2021ના ગાળામાં ભારતીયોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા સૌથી વધુ એન્ટિવાયરલ ડ્રગ ફાવપિરાવીર પાછળ 1220 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એઝિથ્રોમાસીન દવાની રૂ. 992 કરોડની ખરીદી કરી છ. જે ગયા વર્ષની સરખામણીએ 38% વધારે છે. તો ડોક્સીસાયક્લિનનું વેચાણ 85 કરોડ નોંધાયું છે. એન્ટિ-પેરાસિટીક ડ્રગ ઇવરમેક્ટિનનું વેચાણ 10 ગણા વધીને રૂ. 237 કરોડ થયું છે.

ભારતીયોએ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનાર વિટામિન દવાઓ અને ખનિજ સપ્લિમેન્ટ્સ પણ વધુ ખરીદ્યા છે. જે અગાઉના વર્ષ કરતા 20% વધુ છે. એકલા વિટામિન ડીનું વેચાણ આશરે 40% વધી રૂ. 817 કરોડએ પહોંચ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.