Abtak Media Google News

શહેરના મધ્ય માંથી પસાર થતી આજી નદીમાં આજે સવારે એક ઘોડો ડુબી ગયો હતો.જોકે સમયસર ફાયર બ્રિગેડના સ્ટાફ દ્રારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવતા ઘોડાને બચાવી લેવાયો હતો. રેસ્કયુ દરમિયાન એક ફાયર મેનને નદીના પાણીમાં મિક્ષિત કેમિકલની અસર થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

૩૦ મિનિટની મહામહેનતે ઘોડાને સહી સલામત નદીમાંથી બહાર કઢાયો

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે આજી નદિના પટમાં  એક ધોડો ડૂબ્યો હોવાની જાણ રાજરાજેશ્રવરી મંદિરના મહંત બલવંતગીરી ગોસાઇએ તાત્કાલિક કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવાને  કરતા  તેઓએ ધટનાસ્થળે પહોચી ફાયર બ્રીગેડ ને જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર જવાનો દ્રારા ધોડાને બહાર કાઢવા માટે રેસ્કયુ ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

Whatsapp Image 2021 06 17 At 1.20.46 Pm 1

30 મીનીટની જહેમત બાદ ધોડા નદી માંથી સહી સલામત બહાર કાઠવામાં આવ્યો  હતો.રેસ્કયુ ઓપરેશન દરમિયાન શૈલેશભાઈ ખોખરના ફાયરમેનને નદીના પાણીમાં ભળી ગયેલા કેમિકલની અસર થતા શરીરે ખંજવાળ ઉપડી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ આગેવાન ભાવેશભાઈ પટેલ રમેશ તાલટિયા, લધુભાઇ ચાવડીયા બરવંતગીરી ધટના સ્થળે દોડી ગયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.