Abtak Media Google News

હિન્દૂ ધર્મમાં બ્રમ્હા, વિષ્ણુ અને મહેશને અધિપતિ માનવામાં આવ્યા છે. જેમાં બ્રમ્હા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કર્તા અને, મહેશ વિનાશકર્તા કહેવામાં આવ્યા છે. આ ત્રણેય દેવમાંથી વિષ્ણુ દેવને પાલનહાર માનવામાં આવે છે. તેની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે તે સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. ભારતના દરેક ખૂણામાં વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પરંતુ જાણી ને તમને આશ્ચર્ય થશે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ભારતમાં નથી.

ભગવાન વિષ્ણુની પૂજા ભલે ભારતમાં કરવામાં આવતી હોય, પણ તેની સૌથી ઉંચી પ્રતિમા આપણા દેશમાં નથી. વિષ્ણુની સૌથી ઉંચી મૂર્તિ ઇન્ડોનેશિયામાં છે. આ મૂર્તિ એટલી વિશાળ અને ઉંચાઈ વાળી છે કે તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. આ મૂર્તિનું નિર્માણ કોપર અને પિત્તળથી અબજો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.

1 8પ્રશ્નએ થતો હશે કે ઇન્ડોનેશિયામાં આ મૂર્તિ અબજોના ખર્ચે કેમ બનાવામાં આવી. તેની પાછળ પણ એક રસપ્રદ વાત જોડાયેલી છે. 1979 માં ઇન્ડોનેશિયામાં બાપ્પા નુમન નુઆર્તા નામનો એક શિલ્પકાર રહેતો હતો. તેને એક દિવસ વિચાર્યું કે હું એવી મૂર્તિ બનવું કે જે અજજ સુધી બની જ નથી. લોકો તેને જોઈને જોતા જ રહી જાય.

2 4બસ એક દ્રઢ નિર્ણય જ કાફી હતો આ મૂર્તિ બનાવ માટે. શિલ્પકારે પોતાના દ્રઢ નિર્ણયને હકીકત બનાવવા ખુબ મહેનત કરવા લાગ્યો. લાંબા આયોજન અને પૈસાની વ્યવસ્થા કરી. તેને 1994 માં મૂર્તિ બનવાનું કાર્ય શરૂ કર્યું. પણ વચ્ચે ઘણી બધી મુશ્કેલીઓ આવી. તો પણ મુશ્કેલીઓનું સમાધાન કરી પોતની રીતે કાર્ય કરતો જતો હતો.

મૂર્તિ બનવાનું શરૂ કાર્યના 13 વર્ષ બાદ એક સમય એવો આવ્યો કે તેને પૈસાની સમસ્યા થઈ. તેના કારણે 2007 થી 2013 સુધી મૂર્તિનું કામ બંધ રાખવું પડ્યું. પણ કહેવાયને કે ગમે તેવો અંધકાર હોય એક દિવસ સૂર્ય નીકળવાનો જ છે. આખરે ફરી પાછું મૂર્તિનું કામ શરૂ થયું. અને પછી જ્યાં સુધી મૂર્તિ સંપૂર્ણ તૈયાર ના થઈ ગઈ ત્યાં સુધી કામ ના અટકીયું.

3 3ભગવાન વિષ્ણુની આ મૂર્તિ લગભગ 122 ફુટ ઉંચાઈ અને 64 ફૂટ પહોળી બની. આ મૂર્તિ બનાવવામાં લગભગ 24 વર્ષ લાગ્યા. વર્ષ 2018 માં, આ મૂર્તિ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. હવે તેને જોવા અને ભગવાનના દર્શન કરવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે.

4 3બાલી ટાપુના ઉંગાસન સ્થિત આ વિશાળ મૂર્તિ બનાવનાર શિલ્પકાર બાપ્પા નુમન નૂઆર્તાનું પણ ભારતમાં સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમને પદ્મશ્રી એવોર્ડ પ્રદાન કર્યો. આજે આ મૂર્તિની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ છે. ભગવાન વિષ્ણુની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો અહીં પહોંચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.