Abtak Media Google News

કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા કોલેજ બંધ પડ્યા છે. શિક્ષણ ના અટકે એટલા માટે સરકારે ઓફલાઈન શિક્ષણ ની જગ્યા પર ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું. અને આ સાથે ગુજરાત સરકારે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં 10 અને 12 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ફેંસલો કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે વિધાર્થીઓન ભવિષ્યને લઈ ઘણી બધી ચર્ચાઓ થઈ. આજે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 ના વિધાર્થીઓને લઈ ફરી એક નિર્ણય કર્યો છે.

ધોરણ 12ના જે વિધાર્થીઓ માસ પ્રમોશન લેવા ના માંગતા હોય તો તેવા વિધાર્થીઓ પરીક્ષા આપી શકે છે. તે પરીક્ષા ક્યારે અને કેવી રીતે યોજાશે તે અંગે સરકાર ભવિષ્યમાં વધુ વિગતો આપશે. પરંતુ હાલ માસ પ્રમોશનને લઈ જે વિધાર્થીના ભવિષ્યને લઈ અટકળો હતી, તેના પર રાજ્ય સરકારે આ મહત્વનો ફેંસલો લીધો છે.

સરકારનો આ ફેંસલો જે મહેનત કરવા વારા વિધાર્થી છે તેના માટે સારો સાબિત થશે. આખું વર્ષ મહેનત કરીને પોતાની કાર્ય ક્ષમતા મુજબ માર્ક મેળવનાર વિધાર્થીઓ માસ પ્રમોશન કરતા પરીક્ષા આપવાનું વધુ પસંદ કરશે. જેથી કરીને તેમને તેની કુશળતા અને આવડત મુજબ પરિણામ મળે. ધોરણ 12 પછી તેમને આગળ ભણતર માટે કયો વિક્લપ પસંદ કરવો તેનો પણ રસ્તો મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.