Abtak Media Google News

ભારતીય ટિમના ઓલ ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજાને આપણે સૌ ઓળખીએ જ છીએ જેણે ઈન્ડીયન ક્રિકેટ ટિમ તથા આઇપીએલ ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે આ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો જોન્ટી રોડ્સ રવિન્દ્ર જાડેજાને ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ઓલરાઉન્ડર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં જ ICC દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી. નવા રેન્કિંગ પ્રમાણે ટેસ્ટ ઓલરાઉન્ડરની વાત કરીએ તો ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મોટી છલાંગ લગાવતા તે ફરી નંબર 1 ના સ્થાને પહોંચી ગયો છે. આ ભારત માટે આને ખાસ કરીને ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે.

Ravindra Jadeja

ઓલરાઉન્ડર રેન્કિંગમાં અશ્વિન ચોથા સ્થાને

આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં જેસન હોલ્ડરે ખરાબ પ્રદર્શન કર્યું અને તેણે નંબર-1નું સ્થાન ગુમાવી દીધું છે. જાડેજાના 386 રેટિંગ પોઈન્ટ છે.

ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને બેન સ્ટોક્સ અને ચોથા સ્થાને ભારતીય સ્પિનર આર અશ્વિન છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પાંચમાં સ્થાને છે. ભારતીય સુકાની વિરાટ કોહલી ચોથા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે.

Jadeja

રવિન્દ્ર જાડેજાએ સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં તેને સ્થાન મળ્યું હતું . તેઓ ચેમ્પિયન ઇન્ડિયન અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે. તે ટિમ ૨૦૦૮ માં મલેશિયામાં રમાયેલ વલ્ડકપ પણ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે. તેથી રવિન્દ્ર જાડેજાને આપણે ઓલરાઉન્ડર પણ કહી શકીએ છીએ. આ વર્ષે રમાયેલી આઈપીએલની ટુર્નામેન્ટમાં પણ રવિન્દ્ર જાડેજાએ શ્રેષ્ઠ પ્રદશન કર્યું હતું જેનાથી તેના ફેન્સ ખૂબ જ આકર્ષિત થયા હતા.

103275.3

ટોપ-10માં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ડીકોકની એન્ટ્રી થઈ છે. ડી કોકે હાલમાં વિન્ડીઝ સામે પુરી થયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડીકોક બે સ્થાનની છલાંગ સાથે 10માં ક્રમે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે, જ્યારે માર્નસ લાબુશેન ત્રીજા સ્થાને છે.

M Id 135827 Ravindra Jadeja

ઘણા સમય પહેલા રાજસ્થાન રોયલ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં ફ્રેન્ચાઈઝીએ 2025માં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ શાનદાર રિએક્શન આપ્યું હતું.જાડેજાએ આ પોસ્ટ પર જવાબ આપતાં કોઈ અન્ય ક્રિકેટરનું નામ લેવાના બદલે ખુદનું નામ લીધું ને કહ્યું કે 2025માં તે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હશે. 2025ની રાહ ન જોતાં વર્ષ 2021માં જ ભારતનો તથા ગુજરાતના રત્ન રવિન્દ્ર જાડેજાએ બેસ્ટ ઓલરાઉન્ડર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.