Abtak Media Google News

ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થવા પામી છે. મહાનગર પાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસ માન્ય વિરોધ પક્ષ નથી રહ્યો તેવો કરૂણ રકાસ થયો છે. ચૂંટણી જીત્યા બાદ ભાજપના કેટલા વિજેતા નેતાઓના મનમાં રાય ભરાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.ખુરશી પર સવાર થતાની સાથે જીત માટે પાયાના પથ્થર એવા કાર્યકરોનું આડેધડ અપમાન કરતા હોવાની ફરીયાદો ઠેર ઠેરથી ઉઠી રહી છે.

દરમિયાન શિસ્તમાં વધુ માનનારા ભાજપના પ્રદેશ અઘ્યક્ષે  સી.આર. પાટીલે પાટણ ખાતેના એક કાર્યક્રમમાં વિજેતા ઉમેદવારોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ટકોર કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતાના કારણે વિજેતા બન્યા છે નહીં કે પોતાની લોકપ્રિયયતાના કારણે જીતના ઘમંડમાં જો કાર્યકરોનું સતત અપમાન કરવામાં આવશે તો તે ભાજપમાં કયારેય ચલાવી લેવાશે નહીં. નેતાઓને માપમાં રહેવા તેઓએ આડકતરી તાકીદ કરી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગઇકાલે પાટણ ખાતે તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુઁટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો સાથે એક સંવાદ કાર્યક્રમ યોજયો હતો જેમાં તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો એકપણ ઉમેદવાર એવા ઘમંડમાં ન રહે કે પોતાની લોકપ્રિયતાથી વિજેતા બન્યો છે  આવુ ઘમંડ મનના માલી પાર્ટીના કોઇપણ કાર્યકર્તાઓ સાથે અપમાન કરશે તો તેવા વિજેતા ઉમેરદવારોને કોઇપણ સંજોગોમાં પાર્ટીમાં ચલાવી નહી લેવાય ઉમેદવાર પહેલા કાર્યકર્તા જ હતો તે એ વાતનું ઘ્યાન રાખે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે જ વિજેતા બન્યા છે તેઓએ વિજેતાઓને મર્યાદાનું ભાન કરાવ્યું હતું અને કાર્યકરોનો જાુસ્સો વધાર્યા  હતો.

પાટણ ખાતે માકેટીંગ યાર્ડના કોન્ફરન્સ હોમ ખાતે નગરપાલિકાના, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યુ હતું કે, વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપને પુન: બહુમતિ મળે તે માટે દરેક પેજ પ્રમુખ સક્રિય બની કાર્ય કરે તેવી પણ ટકોર કરી હતી.

તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’ ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા ગણાવ્યા હતા અને ગુજરાતમાં ભાજપના એક કરોડથી પણ વધુ કાર્યકરોમાંથી એકપણ કાર્યકર ‘આપ’ માં જોડાશે નહી તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ટુંકમાં પ્રદેશ પ્રમુખે માત્ર એક જ લીટીના સંદેશામાં વિજેતા ઉમેદવારોને મર્યાદાનું ભાન કરાવી માપમાં રહેવા જણાવી દીધું છે.

સી.આર.પાટીલની આજે પ્રથમ કારોબારી ચૂંટણી સહિતના મુદે ચર્ચાઓ ગુજરાતનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ દિલ્હીથી જોડાયા.ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સત્તારૂઢ થયા બાદ આજે સી.આર. પાટીલના અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક યોજાશે જેમાં વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી સહિતના વિવિધ મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે.ગુજરાતનાં રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ કારોબારીમાં દિલ્હી ખાતેથી ઓનલાઈન જોડાશે. સામાન્ય સંજોગોમાં ભાજપની કારોબારી બેઠક બે દિવસ માટે મળતી હોય છે.જેમાં અલગ અલગ મુદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. અને ઠરાવ પણ પસાર કરાતા હોય છે.

દરમિયાન પ્રથમવાર ભાજપની માત્ર અઢીથી ત્રણ કલાકની ટૂંકી કારોબારી મળશે. જેમાં નવ નિયુકત કારોબારી સભ્યોનો માત્ર પરિચય જ મેળવવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સંગઠનના હોદેદારો અને મંત્રી મંહળના સભ્યો જોડાશે જયારે અન્ય કારોબારી સભ્યો જિલ્લા કે મહાનગરોનાં કાર્યાલય ખાતેથી વર્ચ્યુઅલી જોડાશે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય નકોબાથ ખાતે મળનારી સી.આર.ની પ્રથમ કારોબારીમાં કોઈ ઠરાવ પસાર કરવામાં આવે તેવી શકયતા નહીંવત છે. માત્ર નવનિયુકત કારોબારી સભ્યોનો પરિચય કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.