Abtak Media Google News

વિરાટ બ્રહ્માંડમાં એક રજ સમાન પૃથ્વી અને બ્રહ્માંડની વિરાટતાના રહસ્યો ઉકેલવાં કાળા માથાનો માનવી સતત પ્રયત્નશીલ રહે છે. ક્યારેક ક્યારેક કુદરતની અગોચર સૃષ્ટિમાંથી નાના એવા ભેદ પરથી સહેજ ઉંચકતો પડદો મહત્વાકાંક્ષા અને જાળવાની જીજ્ઞાસા વધુ વધારી દે છે. વિરાટ બ્રહ્માંડની રહસ્ય ભેદ ઉકેલવાં થઇ રહેલા સંશોધનો સતત ચાલ્યા રાખે છે.

બ્રહ્માંડની વિરાટતા વચ્ચે બ્લેક હોલ દાયકાઓથી સંશોધનનો વિષય રહ્યો છે. બ્રહ્માંડમાં અખૂટ રહસ્યો સમાયેલાં છે. આપણા વિચાર અને કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે ત્યાં બ્રહ્માંડ કેટલા વર્ષ પહેલાં સર્જાયુ હશે તેનો આંકડો પણ આપણે લગાવી શકતાં નથી. બ્રહ્માંડ ગતિશીલ છે. દરેક વસ્તુ ગતિશીલ અને અસ્થિર છે. પરંતુ એમાં કેટલી વસ્તુ એવી છે જે બ્રહ્માંડનું અસ્તિત્વ જાળવી રાખે છે અને કેટલીય વસ્તુઓ એવી છે જે તમામ વસ્તુઓને નષ્ટ કરી દે છે. અને આ વસ્તુઓમાં એક છે બ્લેક હોલ.

મનોવિજ્ઞાનમાં સુઝીયન એટલે કે સલયનથી ઉત્પન્ન થતી ઉર્જા પ્રચંડ ગરમીનું કારણ છે. બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણનું સતુંલન રાખવું જરૂરી છે. એટલે તારામાં રહેલું હાઇડ્રોજન ખલાસ થઇ જાય ત્યારે તારો ઠંડો પડી જાય છે અને બળતણ ખાલી થઇ ગયાં પછી એ તારો પોતાની પરિસ્થિતિ સાચવી શકતો નથી અને મહાવિસ્ફોટ સુપર નોવા થઇ જાય છે. અને તેનો ભંગાર ન્યૂટ્રોન તારો બની જાય છે. અને તેમાં પ્રબળ ગુરૂત્વાકર્ષણ હોય છે. વળી અવકાશમાં આવા સુપર નોવાનું સર્જન જ્યાં થયું હોય ત્યાં બ્લેક હોલ થઇ જાય છે.

બ્લેક હોલ સતતપણે પોતાની આસપાસની ચીજો પોતાની તરફ ખેંચી લે છે. અને એક મોટું બ્રહ્માંડનો ખાડો હોય તેમ તે તારાઓને ગળતું રહે છે. હવે આકાશની જેમ સમુદ્રમાં પણ મધ્યમાં એક એવી જગ્યા છે કે જ્યાં બ્લેક હોલની જેમ બધુ જ સમાઇ જાય છે. બ્લેક હોલના રહસ્યોમાંથી પડદો પાડવામાં ગુજરાતી યુવા વિજ્ઞાનીકોનું નામ વિશ્ર્વમાં ચમકી ઉઠ્યું છે. જાન્યુઆરી મહિનામાં પૃથ્વી અને ગુરૂત્વાકર્ષણ અંગેના સંશોધનમાં ઇટાલીમાં થયેલાં એક અભ્યાસથી પૃથ્વીથી 32.6 લાખ પ્રકાશવર્ષ દૂર બ્લેક હોલના અભ્યાસમાં ગાંધીનગર આઇઆઇટીના સુમન રોય અને એસ.સુનિલ, ડો.કરણ જાની મૂળ ગુજરાતીએ અમેરિકાની વેલ્ડર બીલ્ટ યુનિવર્સિટીમાં સંશોધન કરીને ન્યૂટ્રન તારાઓને બ્લેક હોલ ખાઇ જતું હોવાનું સાબિત કર્યું છે.

મૂળ ગુજરાતી યુવા વિજ્ઞાનીઓએ બ્લેક હોલના કેટલાંક નવા નિયમો પણ શોધી કાઢ્યા છે. અત્યાર સુધીના માન્યતાઓ એવી છે કે ન્યુટ્રન તારાઓ સૂર્યથી પણ મોટુ છે અને તેનું ઇંધણ ખલાસ થઇ જતાં બ્લેક હોલમાં પરિણમી જતું હોય છે. અને આ બ્લેક હોલનું ખોરાક ન્યુટ્રન તારા બની જતાં હોવાનું ગુજરાતી વિજ્ઞાનીકોએ શોધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.