Abtak Media Google News

કેશોદ, જય વિરાણી
કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતું કે “જયારે પણ રખડતા ભટકતાં અબાેલ પશુઓ પાકને ઘાસચારાે સમજી લલચાઇ પેશકદમી કરાયેલી ગાૈચરની જમીનમાં પ્રવેશે કે તુરંત તેને દબાણકારાે દ્વારા ખાેરાકમાં દવા ભેળવી મારી નાખવામાં આવી હતી.

આવાે જ એક સબુત સાથે વીડિયાે પણ વાયરલ કર્યાે હતાે, જેમાં એક ગાય તરફડિયા મારતી હતી અને તેનું માેત નિપજ્યું હાેય આ ગાયને ખાેરાક સાથે દવા ભેળવી દબાણકારાેએ મારી નાંખી હાેય તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ આક્રાેષ ઠાલવ્યાે હતાે અને કહ્યું કે ગાૈચરના દબાણકારાે વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગનાે ગુન્હાે નાેંધી આવી જમીન ખુલી કરાવવા માંગ કરી હતી. આ બાબત ને લઇ વૈભવ કનુભાઇ વેગડાની આગેવાની હેઠળ ગામલાેકાે અને ગાૈભક્તાેએ તલાટીમંત્રીને વારંવાર માૈખીક રજુઆતાે કરી છતાં ગ્રામ પંચાયત હેઠળની દબાણ થયેલી ગાૈચરની જમીન ખુલી કરવા પગલાં ન ભરાતાં મામલતદારને લેખિત ફરીયાદ કરવામાં આવી હતી જેની નકલ કલેક્ટર, મહેસુલ વિભાગ, મુખ્યમંત્રીને રવાના કરવામાં આવી હતી.

આ ઘટના ને પગલે તપસ હાથ ધરવાની કામગીરી બહુ જ જલ્દી હાથ ધરશે એવું બધાનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.