Abtak Media Google News

જિલ્લા મૂલ્યાંકન સમિતિ, લેન્ડ ગ્રેબિંગ, સીટ અને કાયદો વ્યવસ્થા અંગે બેઠકો મળી : કચેરીમાં ભારે ધસારો રહ્યો

અબતક, રાજકોટ : જિલ્લા કલેકટર કચેરીમાં આજના દિવસે ભારે ધસારો રહ્યો છે. અધિકારીઓ અને પદાધિકારીઓની અવરજવર ચાલુ જ રહી હતી. કારણકે જિલ્લા કલેકટર દ્વારા આજે લગાતાર ચાર બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા મૂલ્યાંકન સમિતિ, લેન્ડ ગ્રેબિંગ, સીટ અને કાયદો વ્યવસ્થા અંગેની બેઠકનો સમાવેશ થાય છે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ ચાર્જ સાંભળતા વેંત જ એક્શન મોડમાં આવી ગયા હતા. તેઓ દ્વારા પ્રાયોરિટી મુજબ એક પછી એક કામ કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ તેઓએ રાજકોટના અતિ મહત્વના અને ડ્રિમ પ્રોજેકટ ગણાતા એવા એઇમ્સનું કામ કેવું ચાલી રહ્યું છે.તેના નિરીક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ત્યારબાદ તેઓએ વેકસીનેશન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બાદમાં ગઈકાલે તેઓએ રોજગારી મુદ્દે મહત્વની બેઠક યોજીને વધુમાં રોજગારી ઉત્પન્ન કરવામાં આદેશો આપ્યા હતા.

આ ઉપરાંત તેઓએ ગઈકાલે પ્રથમ વખત મહેસુલ બોર્ડ પણ ચલાવ્યું હતું. ત્યારબાદ આજે તેઓએ પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગની બેઠક પણ યોજી છે. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગની 23 જેટલી અરજીઓ મુકવામાં આવી છે. વધુમાં તેઓએ આજે જિલ્લા મૂલ્યાંકન સમિતિ તેમજ સીટ અને કાયદો વ્યવસ્થાની બેઠક પણ યોજી હતી. અમુક બેઠકમાં પદાધિકારીઓની હાજરી પણ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.