Abtak Media Google News

લાલપુર બાયપાસ નજીક આવેલા એગ્રોમાં નકલી દવા વેચાતી હોવાની દવા કંપનીને ફરિયાદ મળતાં દિલ્હીથી કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યાં તાપસ દરમિયાન એગ્રોમાંથી તેની કંપનીના નામે નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે માટે પોલિસને જાણ કરાય હતી પરંતુ પોલિસ દ્વારા સહકાર ન અપાયો હોવાના આક્ષેપો થાય છે.

લાલપુર બાયપાસ નજીક આવેલ નેશનલ એગ્રો સેન્ટરમાં નકલી દવાનું વેચાણ કરવામાં આવતું હોવાની દવા બનાવની કંપનીનો ખેડુતોની ફરીયાદ મળતા જામનગરના નેશનલ એગ્રોમાં દિલ્હીથી કંપનીના જવાબદાર કર્મીઓ તપાસ અર્થે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન દુકાનમાંથી નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 150 એમ.એલ.ની 97 બોટલ તથા બે ખાલી બોકસ મળી આવ્યા હતા. જેમાં 80 બોટલનુ વેચાણ કરાયું હોવાનુ અનુમાન લગાવાય રહ્યું છે.

એક બોટલની કીમત અંદાજે 2700 રૂપિયા હોય છે.વધુમાં 30 એમએલની 10 બોટલ મળી આવી હતી જેની અંદાજીત કિંમત 450 હોય છે. આ તકે એગ્રોની દુકાનદારે દવા ઓનલાઈન ખરીદી કરી હોય અને નકલી કે અસલી વિશે પોતે અજાણ હોવાનો બચાવ કર્યો હતો. વધુમાં કંપનીના કર્મચારીઓને બહાર જવાનુ દુકાનદારે જાણવી મહિલા કર્મચારીને બહાર નિકળી જવા ઝપાઝપી કરી હતી. તપાસમાં સ્થાનિક પોલીસે સહકાર ન આપ્યો હોવાના આક્ષેપો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.