Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે બીજા તબક્કાની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો ત્યારે આવતીકાલે બકરી ઈદની રજા અને ત્યારબાદ ગુરૂવાર અને 22 જુલાઈ 2021થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં લગભગ વિવિધ વિદ્યાશાખાના 30,000 વધુ વિદ્યાર્થીઓ 130 કેન્દ્રો પર કોવિડ ગાઈડ લાઈનની અમલવારી સાથે પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા સ્કવોડ ટીમ તૈનાત કરવામાં આવી છે જે સતત વિદ્યાર્થીઓ પર નિગરાની રાખશે.

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારથી ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમ-6, બીએ, બીએડ સેમ-6, બીએ, એલએલબી સેમ-8, બી.આર્કિટેકચર સેમ-1, 3, બીબીએ સેમ-6, બીસીએ સેમ-6, બીકોમ રેગ્યુલર, એકસ્ટર્નલ સેમ-6, બીએસસી સેમ-8, બીએસસી સેમ-6, એલએલબી સેમ-6, એલએલબી ન્યુ સેમ-4, એલએલએમ સેમ-2, એમપીએડ સેમ-4, એમ.એડ સેમ-2, 4, એમએલઆઈબી સેમ-2, એમએસસીઆઈટી સેમ-2, એમસીએ સેમ-4, એમપીએ સેમ-2, એમઆરએસ સેમ-2, એમએસડબલ્યુ સેમ-2, પીજી ડિપ્લોમાં સેમ-2, પીજીડીસીએટ સેમ-2ની 22 તારીખથી પરીક્ષા શરૂ થશે જે 31મી જુલાઈ સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો 8મી જુલાઈથી પ્રારંભ થયો હતો જેનું હાલમાં મુલ્યાંકન ચાલુ છે. માસાંતે પ્રથમ તબક્કાની પરીક્ષાના વિવિધ વિદ્યાશાખાના પરિણામો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાહેર કરી દેશે. આ ઉપરાંત બીજા તબક્કાની પરીક્ષાનું પણ મુલ્યાંકન આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજા તેમજ ત્રીજા તબક્કાની પરીક્ષાનું પરિણામ ઓગષ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ યુનિવર્સિટી જાહેર કરી દે તેવું હાલ અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.