Abtak Media Google News

કચ્છ પંથક અને આસપાસના ચાર જિલ્લાઓમાં ભુજ રેન્જ આઈજીના સ્ટાફે બાયો ડિઝલના દરોડા પાડી ધોસ બોલાવી છે. જેમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ ભુજ, બનાસકાંઠા અને પાટણમાં રેન્જ આઈજીના સ્ટાફે દરોડો પાડી અનઅધિકૃત વેચાણ પર દરોડા પાડ્યા છે. જેમાં પોલીસે કુલ ૩૨ ગુના નોંધી રૂ.૫.૨૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ૬૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુજરાતમાં નકલી બાયોડીઝલના ગેરકાયદે વેચાણ કરતા લોકો પર કાર્યવાહી કરવાના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશને પગલે બોર્ડર રેન્જ હેઠળના ચાર જિલ્લાઓમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સખ્ત કાર્યવાહી કરવમાં આવી છે. જેમાં ચારેય જિલ્લાઓમાં નકલી બેઝ ઓઇલ અને બાયોડીઝલ વેપાણ ધંધાર્થીઓ પર દરોડાઓ પાડી કુલ ૬૧ શખ્સ સામે ગુનો નોંધીને રૂ. ૫,૨૭,૬૫,૨૩૦નો મુદામાલ પકડી પાડ્યો છે.

જેમાં ગત ૧૯મી જુલાઇના પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર હઇવે પર મધરાત્રે દરોડો પાડીને રૂ.૧૩ લાખની કિંમતના ૨૦ હજાર લીટર બેઝઓઇલ સાથે પાંચ આરોપીઓને વાહનો સહિત રૂ.૩૬.૨૩ લાખના મુદામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તો, પૂર્વ કચ્છના કંડલા મરિન પોલીસે રૂ.૭.૧૫ લાખની કિંમતના ૧૧ લીટર બેઝ ઓઇલ ભરેલા ટેન્કરને ઝડપી પાડી અંજાર માથક અને વીરા ગામના બે શખ્સો વિરૂધ ગુનો નોંધ્યો છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં આઠ દરોડા પાડીને રૂ. ૩૫.૨૫ લાખનો મુદામાલ કબજે કરીને ૧૬ આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો છે.

જ્યારે પાટણ જિલ્લામાં ચાર દરોડા પાડી ૬ આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને રૂ.૩૧.૭૪ લાખનો મુદામાલ કબજે કર્યો છે. બોર્ડર રેન્જ આઇજી મોથલીયાએ ગેરકાયદે બાયોડીઝલ કે બેઝ ઓઇલનું ગેરકાયદે વેચાણ કે સંગ્રહ કરાતું હોવાનું ધ્યાને આવે તો, સરહદી રેન્જ ભુજની કચેરીનો સંપર્ક કરવા જનતાને અનૂરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.