Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સક્ષમ રાજકોટ અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સખીમંડળના બહેનોને રોજગારી મળી રહે અને પગભર ાય તે હેતુી આગામી તા.૦૯/૦૯/૨૦૧૭ ી તા.૧૩/૦૯/૨૦૧૭ સુધી પાંચ દિવસ માટે ફન વર્લ્ડની બાજુમાં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મેળાનુ સવારે ૯:૦૦  કલાકી રાત્રીના ૯:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી મેળામાં ૧૫૦ ી વધુ સખી મંડળના બહેનો દ્વારા નવરાત્રી પર્વને અનુલક્ષીને ચણીયા ચોલી, વિવિધ જાતના એન્ટીક ઓર્નામેન્ટસ, હા બનાવટની વિવિધ હેન્ડીક્રાફ્ટની આઇટમો, પીણીની આઇટમો ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ વિવિધ કલા-કૃતિઓનુ વેચાણ તા પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ નવરાત્રી મેળાના સફળ આયોજન માટે શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતીના ચેરમેન શ્રીમતી જાગૃતીબેન ઘાડીયાએ તા તમામ સખી મંડળની બહેનો સો મીટીંગનું આયોજન કરી નવરાત્રી મેળા ી બધા સખીમંડળો સો ઊંડાણપૂર્વક ચર્ચા કરી માહિતગાર કર્યા હતા. સાોસા મહાનગરપાલિકાના આયોજનમાં આપણે સહિયારા પ્રયાસી સફળ કરવા ભારપૂર્વક જણાવેલ હતું. તા રાજકોટ મહાનગરપાલિકાના સહાયક કમિશનરશ્રી અેચ.આર.પટેલે મેળામાં ભાગ લેનાર દરેક બહેનોને મેળાની વ્યવસ સબંધ માહિતી આપેલ હતી. આ મીટીંગમાં ભાગ લેનાર સખીમંડળના બહેનો તા પ્રોજેક્ટ સ્ટાફ ઉપસ્તિ રહેલ હતો.આ નવરાત્રી મેળાનું ઉદઘાટન રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે નાર છે. તેમજ આ અવસરે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુની.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વિધાનસભા-૬૯ ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા વિગેરે મહાનુભાવો ઉપસ્તિ રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.