Abtak Media Google News

ગણેશ ભગવાન રિઝાશે તો નવલા નોરતાની પણ થઈ શકશે ઉજવણી 

4 ફુટની ગણેશ ભગવાનની સાર્વજનિક મૂર્તિ સાથે ઉજવણી કરવા સરકારે આપી મંજૂરી : હવે નવરાત્રીની ઉજવણી કરવા મળે તેવા ઉજળા બનતા સંજોગો

અબતક, રાજકોટ : ગુજરાત સરકારે કોરોનાકાળ મંદ પડતા એક પછી એક છૂટછાટો જાહેર કરી છે. જેમાં ગણેશોત્સની ઉજવણીની પણ છૂટ આપી દીધી છે. જેથી હવે ગણેશ ભગવાન રિઝાશે તો નવલા નોરતાની પણ ઉજવણી થઈ શકશે તે નક્કી છે. આમ નવરાત્રીની ઉજવણીના ઉજળા સંકેતો જણાઈ રહ્યા હોય લોકોમાં હરખની હેલી જોવા મળશે તે નિશ્ચિત છે.

ગુજરાતમાં 30 ફેબ્રુઆરીએ કોરોના ટોચની સપાટીએ હતો. તેવામાં સંકટ ચોથના રોજ અબતકે ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યુંની મુહિમ શરૂ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ મુહિમ શરૂ થતાની સાથે જ નસીબ જોગે કોરોનાની ગતિ ધીમી પડી હતી. અબતકની આ મુહિમને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બિરદાવી હતી. આ મુહિમમાં અબતકે ગણેશજીના ફોટા સાથે એક લોગો તૈયાર કર્યો હતો. જોગાનુજોગ સરકારે ગણેશજીના જ તહેવાર ગણેશોત્સવની ઉજવણીની મંજૂરી આપી દીધી છે.

ગણેશોત્સવની ઉજવણી સંદર્ભે સરકારે જાહેરાત કરી છે કે સાર્વજનિક ગણેશોત્સવ યોજી શકાશે. જેમાં વધુમાં વધુ 4 ફૂટની મૂર્તિ રાખવા દેવામાં આવશે. આમ લોકોની આસ્થાનો વિજય થયો હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશોત્સવની ઉજવણીને મંજૂરી આપી દીધી છે. આ ગણેશોત્સવની ઉજવણીથી જો ગણેશ ભગવાન રિઝશે તો હવે નવલા નોરતાની પણ ઉજવણી થઈ શકશે.

રાજ્યમાં હાલ કોરોનાની જે સ્થિતિ છે તે જોતા ઓક્ટોબર મહિનામાં નવલા નોરતાની ઉજવણી થઈ શકે તેવા ઉજળા સંકેતો જણાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.