Abtak Media Google News

અબતક, રાજકોટ

વિના સહકાર, નહિ ઉદ્ધાર આ વાત સરકાર બરાબર રીતે જાણી ગઈ છે. જેથી જ સહકારી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો કે આ વાતને ગુજરાતે ફરી એક વાર સાર્થક પણ કરી દીધી છે. ગુજરાતે સહકારી ધોરણે દૂધ ઉત્પાદનથી દૂધની ગંગા વ્હાવી દેશમાં અવ્વલ નંબર મેળવ્યો છે.

કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં દૂધની ખરીદીમાં 14 ટકાનો ઐતિહાસિક વધારો નોંધાયો

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન દૂધની ખરીદીમાં 14 ટકા વધારો થયો હતો. ડેરી ક્ષેત્રના સ્રોતોના કામચલાઉ ડેટા દર્શાવે છે કે, અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં દૂધની ખરીદી 2019-20માં 215.65 લાખ કિલો પ્રતિ દિવસ (કસલઙઉ)થી વધીને 2020-21માં 245.8 કસલઙઉ થઈ છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતમાં ભારતના રાજ્યોમાં સૌથી વધુ દૂધની ખરીદી છે. એપ્રિલ 2021માં ગુજરાતમાં દૂધની ખરીદી 228.6 કસલઙઉ હતી.

ગુજરાતમાં દૂધની ખરીદી 2019-20માં 215.65 લાખ કિલો પ્રતિ દિવસથી વધીને 2020-21માં 245.8 લાખ કિલો થઈ

ગુજરાતના જિલ્લા દૂધ સંઘોની સર્વોચ્ચ સંસ્થા ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ૠઈખખઋ)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું, કોરોના મહામારી દરમિયાન જ્યારે ખાનગી ડેરીઓએ ખેડૂતો પાસેથી દૂધ લેવાનું બંધ કરી દીધું હતું, ત્યારે સહકારી દૂધ સંઘોએ ડેરી ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં ઘટાડો કર્યા વગર દૂધ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ૠઈખખઋના અધિકારીઓના જણાવ્યા મુજબ ખેડૂતોને ડેરીઓ દ્વારા પ્રાપ્તિ કિંમત તરીકે 680થી 710 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવે છે.

ૠઈખખઋના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પણ દૂધની ખરીદી ચાલુ રહી હતી. ખેડૂતોએ સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ રાખ્યો છે, જેના કારણે દૂધની ખરીદી સતત વધી રહી છે. સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર કોરોના રોગચાળાના વર્ષમાં સમગ્ર દેશમાં સરેરાશ દૂધ પ્રાપ્તિનો ભાવ સ્થિર રહ્યો હતો.

કોરોનાની મહામારી દરમિયાન અમુલે દરરોજ વધારાના 40 લાખ લીટર દૂધની ખરીદી કરી!!

કોરોના મહામારીમાં વર્ષ દરમિયાન ગુજરાતમાં દૂધની ખરીદી સતત વધતી રહી છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા અમુલે કોરોના મહામારીના સમયમાં દરરોજ 40 લાખ લિટર દૂધ (કકઙઉ) વધારાનું સંચાલન કર્યું હતું. અમુલના મેનેજીંગ ડાયરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દૂધ સંઘો હાલમાં 193 કકઙઉની આસપાસ ખરીદી કરે છે. કારણ કે, જુલાઈ પરંપરાગત રીતે સૌથી ઓછા દૂધ પ્રાપ્તિનો મહિનો છે. દૂધ સંઘો દ્વારા પ્રાપ્તિ 280કકઙઉનો લક્ષ્યાંક છે. અમે કોરોના સંક્રમણ પ્રેરિત લોકડાઉન દરમિયાન દેશમાં પ્રવાહી દૂધનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો. વધારાનું દૂધ કોમોડિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.