Abtak Media Google News

સાત નારી ગેંગ, ન્યારી વકીલ હત્યા કેસ, મંદિર ચોરી કરતી ગેંગ, કસ્ટમ સિપાહી ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો: લાપતા 52 બાળકોને શોધી કાઢ્યા

રાજકોટ ગ્રામ્યમાં રીડર શાખાનાક એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહમદ રફીકભાઈ હબીબભાઈ ચૌહાણને પોલીસ વિભાગમાં પ્રસંશનીય કામગીરી બદલ તા.15 ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામતા રેન્જ આઈજી સંદીપસિંહ અને એસ.પી. બલરામ મીણા સહિતના સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ ગોંડલના ભગવતીપરામાં રહેતા મહમદ રફીકભાઈ ચૌહાણ તા.26/7/94ના રોજ ગ્રામ્ય પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા બાદ પ્રથમ પોસ્ટીંગ જેતપૂર સીટી ખાતે ફરજ દરમિયાન નામચીન સાત નારી ગેંગને ઝડપી લઈ અનેક ગુનાઓનાં ભેદ ઉકેલ્યા તેમજ નામચીન સલીમ જુસબને પકડી પાડયો હતો.

વર્ષ 2001 ભૂકંપ વેળાએ કચ્છ ખાતે રાહત કામગીરી બજાવી હતી.

એલ.સી.બી.માં ફરજ દરમિયાન ચોરી, લૂંટ માટે નામચીન વેલશી ભાણા દેવીપૂજક ગેંગને અમરેલીથી ઝડપી પાડયો હતો. ધારાગઢના નામચીન રફીક બાપુડી ગેંગને પકડી પાડયો હતો.

સૌરાષ્ટ્રના ચકચારી કસ્ટમ સિપાહી ત્રિપલ મર્ડર કેસને મોસ્ટ વોન્ટેડ નુરો ઉર્ફે નુરમામદ ઉમર વાઘેર સહિત શખ્સોને ત્રણ વિદેશી બનાવટની વેપન સાથે ઝડપી લીધો હતો.

વિરપૂર નજીક મેવાસા ગામે લૂંટ, ખૂન સહિત અનેક ગુનામાંના આરોપી આનંદગીરી બાવાજી ગેંગને દબોચી લીધી હતી.

ડીજીપી સા. તરફથી ઓપરેશન મુશ્કાન ડ્રાઈવનું આયોજન થયેલું તે વખતે કુલ 52 બાળકો જે ઉમર વર્ષ 18થી નીચેની વયના હતા તે શોધી કાઢેલા એક બાળકીને મહારાષ્ટ્ર રાજયના માલેગાવ શહેર ખાતેથી એકલા હાથે લાવી વાલીને સોંપી હતી.

ન્યારી ડેમ ખાતે વકીલનું મર્ડર થયેલ જેમાં આરોપી શોધી કાઢેલ નાસ્તા ફરતા આરોપી કુલ 106 જાતેથી બાતમી મેળવી પકડી પાડેલી. પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવેલ જેમાં જેલમાંથી છૂટયા બાદ વોન્ટેડ થયેલા 10 પકડી પાડેલ છે. ફરજ દરમ્યાન કુલ 411 જી.એસ.ટી. મેળવેલ તેમજ રોકડ રૂ.52000ના ઈનામ મેળવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.