Abtak Media Google News

રેલ્વેના માટી કામના કોન્ટ્રાકટરના મનદુ:ખમાં બનેલી ઘટના: પિતા બે પુત્રો સહીત ચાર સામે નોંધાતો ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટફાટ હત્યા ચોરીના બનાવની સંખ્યાના કેસો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વગડીયા ગામે સામે આવ્યો છે. સામાન્ય બાબતે રેલવેના માટે ગામના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે મનદુખ રાખી અને યુવક ઉપર ચાર જેટલા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને છરી ના ઘા જીકી અને સાંજના સમયે મોતને ઘાટ યુવકને ઉતાર્યો છે

મુળી તાલુકાના વગડીયા ગામે રેલ્વેના માટી કામનાં કોન્ટ્રાકટ બાબતે ઝઘડો થતા ચાર શખ્સોએ એક યુવાનની કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.આ અંગેની જાણવા મળતી વિગત એવી છે કે, વગડીયા ગામે રહેતા રાહુલભાઈ ભરવાડનો રેલ્વે ડબલટ્રેકની કામગીરી ચાલી રહી છે તેમાં માટીકામનો કોન્ટ્રાકટ હતો. આ કોન્ટ્રાકટ આરોપીઓને જોઈતો હતો તેથી બોલાચાલી અને ઝઘડો થતા બોલેરો કાર લઈને નીકળેલા રાહુલભાઈ ભરવાડની કાર સાથે કાર અથડાવી રસ્તામાં આંતરી કારમાંથી બહાર કાઢી બકાભાઈ ચોથાભાઈ, વિજયભાઈ બકાભાઈ, જયેશ બકાભાઈ, અને લાલાભાઈ હરીભાઈ નામના શખ્સોએ કારમાંથી બહાર કાઢી રાહુલભાઈ ઉપર છરી, ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો અને છરીના ચારથી પાંચ ઘા મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘાયલ રાહુલભાઈ ભરવાડને સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં સારવાર અર્થે લવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા મુળી પોલીસ સહીત ઉચ્ચ પોલીસ અધીકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે પોલીસેે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે લીમડી ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ દોડી જવા પામ્યો છે ને આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે સામાન્ય બાબતે હત્યા થતા મુળી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ પોલીસ આ બાબતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે મૃતક યુવકને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો

એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણમાં યુવકનો જીવ લેવાયો

સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે અવાર નવાર સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી લૂંટ હત્યા ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં સામાન્ય રેલવે માટી નાખવાના કોન્ટ્રાક્ટમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી ત્યારે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણમાં ખાખરાળા ગામ ના 37 વર્ષના યુવક રાહુલભાઈ ભરવાડનો ઘટના સ્થળેજ મોત નિપજવા પામ્યું છે.જેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે છરી ના ઘા  અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

સરકારી કોન્ટ્રાક રાખવામાં બાબતે જૂથ અથડામણના

સુરેન્દ્રનગર પંથકમાં અવારનવાર સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટ રાખવા માટે બે જૂથો વચ્ચે અથડામણ થવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા વાક્યોના ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામ નજીક સામાન્ય કોન્ટ્રાક્ટ બાબતે હુમલો થયો હતો ત્યારે ગઇકાલે પણ સરકારી કોન્ટ્રાક રાખવા માટે બે જૂથો વચ્ચે અથડામણ થઇ છે જેમાં એક યુવકનો જીવ લેવામાં આવ્યો છે ત્યારે સરકારી કોન્ટ્રાક્ટ રાખવા બાબતે અવાર-નવાર સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણના બનાવો વધતા જતા હોય તેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ડી.વાય.એસ.પી.સહિતનો કાફલો દોડી ગયો: આરોપીઓની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સાંજના સમયે મૂળી તાલુકાના વગડીયા ગામે ખાખરાળા ગામ ના 37 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.આ બાબતે જાણકારી લીમડી ડીવાયએસપી ચેતનભાઇ મૂંધવાને થતા  તાત્કાલિક પણે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલને આ બાબતની જાણકારી થતા અને જિલ્લા પોલીસવડાના આદેશથી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરાવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.