Abtak Media Google News

સમાજમાં એક ખૂબ જ સારી કહેવત પ્રચલિત છે,”કામે પુત્ર વાલા”માનવ સમાજ માટે અસ્તિત્વ થી લઈ પ્રગતિ અને અર્વાચીન સામાજિક વ્યવસ્થા સભ્યતા ની સફરમાં મનુષ્યને અત્યારના દરજ્જા સુધી પહોંચાડવામાં સંસ્કૃતિ, ધર્મ ,પરંપરા ને મદદરૂપ ગણાવાય છે પરંતુ મનુષ્યને સર્વ જીવ સૃષ્ટિ માં જો કોઈએ શ્રેષ્ઠ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હોય તો તે છે મનુષ્યની “કર્મ નિષ્ઠા”ની શક્તિ,. કર્મ તો દરેક જીવમાત્ર ને કરવાનું હોય છે.

કીડી હોય કે સિંહ વનસ્પતિના પ્રત્યેક અંકુર ને વટવૃક્ષ બનવા માટે પ્રકૃતિને આધીન જીવન ટકાવવા માટે કર્મ કરવા જ પડે છે કીડીથી સિંગ અને બીજના એક અંકુરને પોષણ થી લઈ સુરક્ષા સુધીનું કર્મ કરવું પડે છે, પણ મનુષ્ય એકમાત્ર સુરતને આ કર્મનિષ્ઠાપૂર્વક કરી ધાર્યું પરિણામ મેળવવાની એક ખાસ બક્ષિસ આપી છે, મનુષ્ય સિવાય તમામ જીવોના કર્મ નું પરિણામ હંમેશા નિશ્ચિત હોતું નથી કિડી થીર્સિંહ સુધીના તમામ કર્મ કરે છે.

પરંતુ તેનું નિશ્ચિત પરિણામ લેવાની આવડત હોતી નથી મનુષ્ય કર્મ સાથે નિષ્ઠાનું પણ કુદરતે કૌશલ્ય આપ્યું છે જેનાથી મનુષ્ય કોઈપણ કપરી પરિસ્થિતિમાં સારુ પરિણામ અને અસ્તિત્વ ટકાવવા માં સફળ રહે છે, કામ કરવું એ પ્રકૃતિનો દરેક પર મુકેલો એવો ભાર છે કે જે દરેકને ઉઠાવવો પડે જો આ ભાર મા નિષ્ઠાનો ઉમેરો થાય તો ભાર પણ ભવ્ય બની જાય, કર્મનો સિદ્ધાંત છે કે તે કોઈનું બાકી રાખતું નથી દરેક કર્મનું ફલ અવશ્ય મળે છે, પણ નિષ્ઠા ભર્યું કામ પુથ્વી પર વર્ગનું સર્જન કરે છે, દરેક કામ ઉપાર્જનની સાધન છે.

પરંતુ નિષ્ઠાપૂર્વક નું કામ એ સફળતાનું સાધ્ય છે, દરેક મનુષ્ય માટે ધર્મ અને ઈશ નિયમોનું પાલન સ્વયંભૂ કરવાનું હોય છે કુદરત ની હાજરી નથી પરંતુ તે અવશ્યપણે મનુષ્યના દરેક કામ નજરમાં રાખે છે તેવી શ્રદ્ધા જો મનુષ્ય પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા માં રાખે તો ક્યારેય કોઈ દુઃખી થતા નથી, સેવા ક્ષેત્રમાં માલિક કે સુપરવાઈઝરની નજરમાં સચોટ રીતે કામ કરવાની આવડતને વ્યવહારુ ગણવામાં આવતી હશે પરંતુ દરેક કર્મ યોગીએવું સમજે કે ભલે માલિક કે સુપરવાઈઝર ગેરહાજર હોય પણ મારા કાર્ય સાથે મારે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ, આ ભાવના મનુષ્ય સિવાય કુદરતના અન્ય કોઈ જીવને આપી નથી કર્મ અને નિષ્ઠાપૂર્વક અદા કરવાની ભાવના સાચો અને શ્રેષ્ઠ માનવ ધર્મ છે તે દરેકે સમજી લેવું જોઈએ,

પોતાના કામ નિષ્ઠાપૂર્વક કરવાની લાગણી જ્યારે સમાજમાં સર્વવ્યાપી બની જશે ત્યારે ધરતી પર સ્વર્ગ ઉતરી આવશે,વિશ્વના દરેક ધર્મ મોક્ષનો માર્ગ બતાવે છે દરેક મનુષ્ય ધર્મ ના માધ્યમથી મોક્ષની મીમાંસા ને શ્રદ્ધાનો વિષય બનાવી ને જીવનભર જીવે છે આ તમામ ધર્મ ધર્મ સેવા થી યે કર્મ માટે ભાર મૂકે છે , ધર્મ વિનાનું જીવન વ્યર્થ ગણાય છે હું તમે અને આપણે સૌ સ્વાયત રીતે  કર્મયોગી છે ત્યારે આપણા કર્મ નિષ્ઠા પૂર્વક બનાવવા ને આપણી આવી પડેલી ફરજ ના બદલે જો ધર્મ સમજીને કામ કરશો તો સ્વર્ગમાં જવાની જરૂર નહીં રહે અને સંસારમાં જ સ્વર્ગ જેવું વાતાવરણ રચાઈ જશે કર્મ ધર્મ સમજ ના રોજ ખરા અર્થમાં માનવ ધર્મ નો સાચો ઉપાસક છે તે દરેકે સમજી લેવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.