Abtak Media Google News

મનુષ્યનો અવતાર ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને મળે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ પ્રાણીજગતમાં માત્ર ને માત્ર મનુષ્યને વિચારો અને તેના અમલની શક્તિ કુદરતે આપી છે વિચારવાની શક્તિ અને તેનો અમલ કરવા ની ક્ષમતા મનુષ્યને ૮૪ લાખ યોનીમાં સૌથી શ્રેષ્ઠ જન્મ નો અધિકારી બનાવે છે માણસ જે વિચારે તે કરી શકે વિચારના અમલ કરવાની શક્તિ માત્ર મનુષ્યને જ મળી છે ભલે પશુ-પક્ષીઓમાં બુદ્ધિ અને જીવન નિર્વાહ માટે ના પ્રકલ્પો પૂરી કરવાની સમતા હોય પરંતુ પશુ પક્ષી આવેલા વિચાર પર અમલ કરી શકતો નથી વિચારો ની દુનિયા ના કારણે મનુષ્ય સજજન માં સજ્જન અને હરાવી માં હરામિ બની શકે છે

વિચાર જ મનુષ્યને મહાન દેવ અને દાનવ રૂ પી બનાવી શકે છે સારા વિચારો કરવાથી સારા પરિણામો મળે જેવા વિચાર કરો તેવા સંજોગો ઊભા થાય અને માણસ પણ વિચારો મુજબ સમાજમાં પ્રસ્થાપિત થઈ શકે છે વિચારોની દુનિયાથી મનુષ્ય સર્વશ્રેષ્ઠ કુદરતની કૃતિ બની રહી છે.

આપણે જીવન વ્યવહારમાં ઘણીવાર ‘શાંતિથી વિચારો’ એવું બોલીએ કે કોઇકને સલાહ આપીયે છીએ. પૃથ્વી પર એક માત્ર મનુષ્યને જ કુદરતે વિચાર શકિત આપી છે. આજે દરેક માણસ સારા નરસાનો વિચાર ભેદ ચારખે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે. આપણને મળેલ તાકાતવાન મગજ થકી આપણે વિચારીએ છીએ. તેને અને શિક્ષણને સાંકળી ન શકાય પણ હા શ્રેષ્ઠતા પણ સુવિચારોનું જ પરિણામ છે. અભણ માણસ પણ સારા વિચારો ધરાવતો હોય છે. શિક્ષણ મેળવેલ મનુષ્ય સારા વિચારો થકી તેના સર્ંવાગી વિકાસમાં સારી પ્રગતિ કરી શકે છે.

મગજને વિચાર સાથે સીધો સંબંધ છે: વિચારો માર્ગ શોધી આપે અને એના થકી મનુષ્ય ધારે તે બની શકે: શ્રેષ્ઠતા પણ સુવિચારોનુ: જ પરિણામ છે: પૃથ્વી પર એક માત્ર મનુષ્યને જ વિચાર વૃત્તિની ભેટ મળી છે

આ પૃથ્વી ઉપર આપણે વિચારવંત સજીવો છીએ અને એક વાત નકકી છે કે કોઇપણ કાર્યમાંથી વિચારોની બાદબાકી અશકય છે. વિચારો જ આપણને માર્ગ શોધી આપે છે અને એના થકી જ મનુષ્ય ધારે તે બની શકે કે નિર્માણ કરી શકે છે. વિચારોમાં હકારાત્મક અને નકારાત્મક આ બે વચ્ચે તેના વિકાસનો ખ્યાલ આવી શકે છે. પોઝિટીવ થીંકીગનું જીવનમાં ઘણું મહત્વ છે. તેના થકી તમો ગમે તેવી તકલીફો રોગો પણ દૂર કરી શકો છો.

સમજણ બાળકથી શરુ કરીને વૃઘ્ધો સુધીના તમામ લોકો દિવસ-રાત વિચારતા હોય છે, સપનાઓ પણ વિચારોની દેન છે. આખા દિવસમાં જે તમારી આસપાસ જોવો છો કે તેમને થતાં અનુભવો ને કારણે તમો તેની મુલવણી કરો છો, વિચારો છો, કોઇ કાર્ય સોંપે ત્યારે પણ તમો પહેલા વિચારો છો. સુવિચાર અને કુવિચારો આ બન્ને વચ્ચે જ સારા-ખરાબ પરિણામો સમાયેલા છે. કોઇને સારો વિચાર આવે તો કોઇને ખરાબ વિચાર આવે એ એના માનસિકસ્તરનો સવાલ છે.

505

જીવનયાત્રામાં આવતી મુશ્કેલીમાં માનવી નાસી પાસ થઇ જાય છે અને કયારેક આપઘાત કરી લે છે. સમસ્યાને શાંતિથી સમજો-વિચારો એટલે કે હકારાત્મતા દ્વારા આગળ વધો તમોને ચોકકસ સમસ્યાનો હલ મળે છે. સકારાત્મક વલણ એટલે જ પોઝિટીવ વિચારો, તેની સાથે આગળ વધો તો જ તમો તમારા ઘ્યેયને પ્રાપ્ત કરી શકો છો. સારી સંગત પણ સારા વિચારો આપે છે. જીવનમાં આગળ વધવા વિકાસ કરવા કે સફળતા મેળવવા માટે નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહેવું જોઇએ. ઘણીવાર સારા વિચારો ધરાવતો માણસ પણ કુસંગતને કારણે નકારાત્મક બની જાય છે.

જીવનમાં વિદ્યાર્થીકે કોઇને ડગલેને પગલે માર્ગદર્શનની જરુર પડતી હોય છે ત્યારે સલાહ કે વિચારો એવા લોકોના લેવા જેને જીવનમાં ઘણી મહેનત કરીને સફળતા હાંસલ કરી હોય, આપણા જીવનમાં જ્ઞાનનું મહત્વ છે, કેમ કે તેના દ્વારા તમો બધા જ સુખો પ્રાપ્ત કરી શકો છો. સારા ગુણો સારા વિચારો થકી જ આવે છે. આજના યુગમાં તાકાત અવાજમાં નહી પણ તમારા વિચારોમાં હોવી જોઇએ. જે લોકો સફળ થયા છે. તેને સિઘ્ધી મેળવવા મો લક્ષ્ય તરફ દિવસ-રાત વિચારોનું મંથન કર્યુ હોય છે. વિચારોની ખુબજ સારી તાકાત હોય છે. સારા પુસ્તકોના વાંચન થકી વિચારોમાં પરિવર્તન આવે છે અને વ્યકિત પ્રગતિ કરે છે. બાલમંદિર પ્રાથમ્કિ ઉચ્ચ પ્રાથમિક હાઇસ્કુલ હાયર સેક્ધડરી કે કોલેજ છાત્રો  જયારે શિક્ષણ મેળવે છે ત્યારે તે પાઠને સમજ છે, વિચારે છે અને પછી તેના હાર્દને સમજે છે. સાવ સામાન્ય વાત છે કે સારુ વાંચે તે સારુ વિચાર ને સારુ વિચારતો વ્યકિત સારુ બોલી શકતો હોય છે. ઘણાના વિચારો એટલા બધા ઉચ્ચ હોય કે ઘણાને એની સમજ ન પડે, કોઇપણ સમસ્યાના હલ માટે તેના પરનું ચિંતન કે વિચાર કરવો જરુરી છે. આજકાલ તો ‘ચિંતન શિબિર’ બહુ થતી જોવા મળે છે. જો કે ઘણી સમસ્યામાં તો ચિંતા અને ચિંતન બન્ને કરવા જરુરી છે.

વિચારોથી આપણને બળ અને લક્ષ્ય આધારીત સંકલ્પ શકિત મળે છે. આપણા માટે પરિવાર માટે કે સમાજ કે દેશ માટે તેની શ્રેષ્ઠતા તરફથી યાત્રામાં સુવિચારો જ અડધી મંજીલ પાર કરાવે છે. ઘણા મહાપુરુષો આપણા દેશમાં થઇ ગયા તેના મહાન વિચારો થકી જ આપણે એક શ્રેષ્ઠ સમાજ નિર્માણ કર્યો છે. વિચારોને તમો શ્રેષ્ઠતાના તમામ પાસાઓ સાથે જોડી શકો છો. ગરીબ-અમીર કે દુનિયાનો કોઇપણ માણસ તેને પડતી મુશ્કેલીમાંથી વિચારો મંથનથી જ હલ કાઢતો જોવા મળે છે. વિચાર જ માનવીનો ભાગ્ય વિધાતા છે.

દરેક માનવીનું જીવન એના વિચારોથી ઘડાય છે ત્યારે પરિવારની રહેલી કરણી આસપાસનું વાતાવરણ, સંગત, શિક્ષણ જેવા ઘણા પાસાઓ તેમાં અસર કરે છે. દિવસ-રાત આવતા વિચારો માણસને સુવા દેતા નથી પણ મંથન ના વલોણા બાદ એક ચોકકસ નિર્ણય તેની દિશા બદલી દેતા હોયછે. સમાજને કે વ્યકિતને બદલવા વિચારધારા બહુ મોટો ભાગ ભજવે છે. આપણાં જીવનમાં જે કાંઇ નિર્માણ થાય છે તે વિચારોને કારણે જ બને છે. એક વાકય આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ‘કાળા માથાનો માનવી ધારે તે કરી શકે’ હા સારા વિચારો થકી તે સૌથી મુશ્કેલ કામ પણ પાર પાડી શકે છે.

દરેક વ્યકિતને તેના વિચારો ઉપર કાબુ પણ હોવો જોઇએ અન્યથા ઘણી મુશ્કેલી આવી શકે છે. પોતાના વિચારોને વિચાર શકિતમાં પલટવાની આવડત હોવી જોઇએ, દરેક લાગણી કે વિચારોની છાપ આપણાં ચહેરા પર પડયા વગર રહેતી જ નથી. યોગ, ઘ્યાન, પ્રાર્થના વિગેરેને કારણે લાંબા સમય સુધી વિચારો સ્થિર રહી શકે છે. નિર્ણય શકિત સાથે વૈચારિક તાકાતને પણ સંબંધ છે. અમુક લોકોના વિચારો થોડા થોડા સમયે ફરતાં જોવા મળે છે. માનવી સિવાય અન્ય પ્રાણીઓ વિચારી શકતા જ નથી.

દયા, પ્રેમ, લાગણી, હુંફ, સાથ, સહકાર, મદદ જેવા તમામ શબ્દો કાર્યો એક સારા વિચાર માત્રથી માનવી કરે છે. તમો કોઇક ભલા માટે સારુ કરો ને મદદ કરો તે વિચાર પણ દયા ભાવનો છે. સવારથી રાત સુધી કે સુતા બાદ પણ વિચારતો માનવી તેના મંથન બાદ એક શ્રેષ્ઠ નિર્ણય પર આવે છે, ને ત્યારે જ શ્રેષ્ઠતા તરફ આગળ વધે છે. સ્વને ઓળખવા માટે પણ વિચારતો જોઇએ, તેવી જ રીતે કોઇપણ વાતને સમજવા માટે પણ ‘વિચારવું’ તો જોઇએ જ.

 

એક સારો વિચાર જ સફળતા અપાવે

જીવનમાં સફળ થવા માટે સારૂ  વાંચનને સારી સંગત જરુરી છે, જ્ઞાનને વિચાર સાથે સંબંધ છે પણ વિચારો તો પૃથ્વી પરના ભણેલ કે અભણ, ગરીબ કે અમીર ગમે તેને આવી શકે છે. સફળ થવા માટે એક સકારાત્મક વિચાર માનવીનું જીવન બદલી શકે છે. એક વિચારને પકડીલોને તેને જ તમારું જીવન બનાવી દો ને તેના વિશે જ સતત વિચારો, સ્વપ્ના જોવો ને તે વિચારમાં જ દિવસ-રાત જીવો તમારા સમગ્ર શરીરમાં તેને ભરી દો તમામ વિચારોને પડતા મુકી માત્ર આ એક જ વિચારને પકડી રાખો તો તમને સફળતા અપાવે જ છે. હકારાત્મક વિચાર શરણી જ તમોને ઘ્યેય સુધી પહોચાડી શકે છે. સારા વિચારો સારા પુસ્તકો વાંચવાથી મળી શકે છે. સમગ્ર સમાજની વિચાર ધારા બદલાય ત્યારે સમાજમાં બદલાવ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.