Abtak Media Google News

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓસ્કાર ફર્નાન્ડીસ નું ટૂંકી સારવાર બાદ મૃત્યુ બનાવે દેશના રાજકીય મંચ પર ભારે શોક છવાયો હતો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે પુષ્કર ફર્નાડીસ હંમેશા તેમના માર્ગદર્શક અને સાથીદાર તરીકે યાદ રહેશે અમે એક સારા આપ્તજન ગુમાવ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી ફર્નાન્ડીઝ નું 80 વર્ષની વયે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં સોમવારે અવસાન થયું હતું.

જુલાઈ મહિનામાં યોગ કરતી વખતે પડી જવાથીમાથામાં થયેલી ઈજા ની ફરિયાદ સાથે તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરવામાં આવી હતી ફર્નાન્ડીસ ના અવસાન થી કોંગ્રેસ અને દેશના જાહેર જીવન એ એક નેતા ગુમાવ્યો હોવાનું જણાવી રાહુલ ગાંધીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે હું ઓસ્કાર ફર્નાન્ડીસ ના પરિવાર અને મિત્રો ને આ વસમી ઘડી એ હૃદય પૂર્વક સાતવના આપું છું.

તે મારા માર્ગદર્શક તરીકે મને કાયમ યાદ રહેશે લોકસભામાં 1080 મા પ્રથમ વખત ચૂંટાયેલા ઓસ્કાર એ રાજપૂત ક્ષેત્રે ઉડુપી મ્યુનિસિપલ કાઉન્સિલ માંથી મંગલાચરણ કર્યું હતું 1985 માં વડાપ્રધાનના સંસદીય સચિવ ત્યારબાદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કરીશ કર્ણાટકના પ્રદેશ પ્રમુખ અને86 થી96 સુધી કોંગ્રેસના મહાસચિવ તરીકે સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.