Abtak Media Google News

રોડને પણ વ્યાપક નુકશાની: સેલરના પાણી છોડનારા સામે કોર્પોરેશન આકરી કાર્યવાહી કરે તે જરૂરી

Road 4

રાજકોટમાં ગત રવિવાર અને સોમવારે પડેલા અનરાધાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલી બિલ્ડીંગોના સેલરમાં ઘુસી ગયેલા પાણી હવે રાજમાર્ગો પર છોડવામાં આવતા હોવાના કારણે રોડ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે.

Road 3

જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. સેલરના પાણી રોડ પર છોડનાર સામે આકરી કાર્યવાહી કરનાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી રહી છે.

Road 2

દર વર્ષે ચોમાસાની સીઝનમાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે વરસાદના પાણી સેલરમાં ઘુસી જતાં હોય છે જેનો નિકાલ કરવા બિલ્ડીંગો દ્વારા સેલરના પાણી રોડપર છોડવામાં આવે છે. જેથી રોડ પર જાણે વરસાદ પડ્યો હોય તેવી જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે.

Road 1

વાસ્તવમાં જો રાત્રીના સમયે સેલના પાણી રોડ પર છોડવામાં આવે તો વાહન ચાલકોને ખુબજ ઓછી હાલાકીનો સામનો કરવો પડે. પરંતુ આવું કરવામાં આવતું નથી. વહેલી સવારથી સેલરનું પાણી છોડવામાં આવતું હોય વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે અને રોડને પણ ભારે નુકશાની થાય છે.

Road 5

સેલરના પાણી જાહેરમાં છોડનારા સામે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. અનેક રાજમાર્ગો પર રોજ સવાર પડતા એવી સ્થિતિ જોવા મળે છે કે જાણે અનરાધાર વરસાદ પડ્યો હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.