Abtak Media Google News

અનામતના ૫૦%માં આર્થિક પછાતના ક્વોટામાં સમાવવાની મથામણ?

હાઇકોર્ટોને ઇડબ્લ્યુએસ આધારિત અરજીઓ અંગે સુનાવણી કરવા રોક ફરમાવતું સુપ્રીમ

અબતક, નવી દિલ્લી

સુપ્રીમ કોર્ટે ૧૦૩મા બંધારણ સુધારા અધિનિયમ ૨૦૧૯ની માન્યતાને પડકારતી એક પીઆઈએલ પર કેરળ હાઈકોર્ટની કાર્યવાહી પર શુક્રવારે રોક લગાવી દીધી છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦% અનામતની જોગવાઈ કરવા અંગેની આ પીઆઈએલ કરવામાં આવી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જાણ કરી હતી કે જ્યારે સુપ્રીમ આ મુદ્દાની સમીક્ષા કરી રહ્યું છે ત્યારે કેરળ હાઇકોર્ટ માટે સમાંતર કાર્યવાહીમાં સમાન કવાયત સાથે આગળ વધવું યોગ્ય નથી. બેન્ચે પીઆઈએલ અરજદાર નુજૈમ પીકેને નોટિસ ફટકારી હતી અને હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી હતી.

ગયા વર્ષે ૫ નવેમ્બરે હાઈકોર્ટની એર્નાકુલમ બેન્ચે ૧૦૩મા બંધારણ સુધારા અધિનિયમ ૨૦૧૯ની માન્યતાને પડકારતી નુજૈમની અરજી અને ગયા વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ કેરળ સરકારે કરેલા રાજ્યના નિયમોમાં સંબંધિત સુધારાને પડકારવા માટે સ્વીકાર્યું હતું.

ગયા વર્ષે ૫ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ૧૦% ઇડબ્લ્યુએસ અનામતને પડકારતી વિવિધ હાઇકોર્ટમાં પડકારતી તમામ સમાન કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની કેન્દ્રની વિનંતી સ્વીકારી હતી અને આ મામલો પાંચ જજની બેન્ચને પણ મોકલ્યો હતો. અરજીઓએ કાયદાનો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કર્યો છે. તે વિધાનને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ સુપ્રીમ કોર્ટે ત્રણ ડઝન જેટલી અરજીઓની સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની રચના કરી નથી.

અરજદારોએ સરકારી નોકરીઓમાં ૧૦% ઇડબ્લ્યુએસ ક્વોટા અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશને પડકાર્યો હતો કે તેણે ૧૯૯૨ માં ઇન્દ્ર સાહની કેસ(મંડલ કેસ)ના ચુકાદામાં સુપ્રીમ દ્વારા મૂકવામાં આવેલી અનામતની ૫૦% મર્યાદાનો ભંગ કર્યો હતો.

જો કે કેન્દ્રએ જાળવી રાખ્યું છે કે, અનામત પર ૫૦% મર્યાદા વિશેની દલીલ “ભ્રામક” છે કારણ કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત ટોચમર્યાદા બંધનકર્તા નથી અને બંધારણીય સુધારાને ધ્યાનમાં રાખીને નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટા પૂરા પાડવા માટેનો આશરે સામાજિક રીતે ઉત્કર્ષ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.