Abtak Media Google News

સપોર્ટ ગ્રુપમા નિષ્ણાંતો અને ડોકટરોનો સમાવેશ જે દર્દીઓ સામાન્ય અને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે વર્કશોપ્સનું આયોજન કરશે

અંતરધ્વનિ અને રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત ( આરએજી ) એ સાથે મળીને  એકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓ માટે રાજકોટમાં સપોર્ટ ગ્રુપની સ્થાપના કરી છે. આ સપોર્ટ ગ્રુપનો ઉદ્દેશ દર્દીઓ, નિષ્ણાત ડોક્ટરો , ફિઝીયોથેરાપિસ્ટ , યોગ ટ્રેનર્સ અને ડાયેટિશ્યન્સને એકત્ર કરીને એકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસ સંબંધિ સામાન્ય તકલીફોને વાચા આપવાનો અને દર્દીઓને સહાય કરવાનો , નવા સંશોધનો અને તારણો તેમજ નવી દવાઓ અંગે માહિતી આપવાનો છે. રાજકોટ ચેપ્ટરની સ્થાપના રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતના સ્થાપક ડો. શબ્બીર ચિકાણી, અંતરધ્વનિના પ્રોગ્રામ મેનેજર અને હાઈટેક આઈસોલ્યુશન્સ એલએલપીના કોર્પોરેટ એફેર્સના એસોસીએટ ડિરેક્ટર તપન સંત તથા પ્રસિધ્ધ રૂમેટોલોજીસ્ટસ ડો. મનિષ બાવળિયા, ડો. જીગ્નેશ ઉસદડિયા, ડો. રાકેશ ટાંક, ડો. ઈશિતા શાહ અને ડો. ધવલ તના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અંતરધ્વનિનો ઉદ્દેશ ડોક્ટરો અને દર્દીઓને જોડીને એન્ફીલોસીંગ સ્પોન્ડીલીટીસ અંગે જાગૃતિ પેદા કરવાનો છે. અંતરધ્વનિ અમદાવાદ , સુરત , વડોદરા અને જયપુરમાં તેના ચેપ્ટર્સ ધરાવે છે . આ મહિને ઉદેપુરમાં નવું ચેપ્ટર શરૂ થશે . અંતરધ્વનિ આજ સુધીમાં 3000 થી વધુ દર્દીઓ સાથે કામ કરી ચૂક્યું છે અને આગામી મહિનાઓમાં વધુ રાજ્યો તથા શહેરોમાં પેશન્ટસ સપોર્ટ ગ્રુપ સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે.

ડો . શબ્બીર ચિકાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “સ્પોન્ડીલોઆર્થરાઈટીસ મહદ્ અંશે પુરૂષોને તેમના યુવા અવસ્થામાં થાય છે. પેશન્ટ અને ડોક્ટર્સ ના સપોર્ટ ગ્રુપ જેવા કે અંતરધ્વનિએ સાથે મળીને સમાજમાં આ રોગ અંગે જાગૃતિ લાવવાની જરૂર આનાથી રોગને શરૂઆતના તબકકે ઓળખવામાં સહાય થશે.

આ રોગની પ્રથમ લાક્ષણિકતા એ છે કે પીઠના પાછલા ભાગમાં અને થાપા ઉપર અવારનવાર દર્દ થાય છે અને ક્રમશ: ચાલુ રહે છે. આ દર્દનો અનુભવ બંને બાજુએ થાય છે અને તે ત્રણ મહિના સુધી ચાલુ રહે છે. આ પીડાની સ્થિતિ સવારે અને રાત્રે ખૂબ જ કપરી બની રહે છે, પણ હળવી કસરત કરવાથી અને હંફાળો શાવર લેવાથી સ્થિતિમાં સુધારો થવામાં સહાય થાય છે.

20 થી 30 વર્ષની વયના પુરૂષો ઍકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસનો ભોગ બને છે . તેના લક્ષણોમાં પીઠના પાછલા ભાગમાં દર્દની સાથે દરરોજ સવારે અક્કડતાનો અનુભવ થાય છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી , પણ વૈજ્ઞાનિકો માને છે કે જીનેટીક , પર્યાવરણલક્ષી અને ઈમ્યુન સિસ્ટમ્સને કારણે આ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે. રૂમેટોલોજીસ્ટસ કેલ્શિયમ અને વિટામીન – ડી થી સમૃધ્ધ આહાર લેવાની પણ ભલામણ કરે છે, જેનાથી શરીરના માળખાને થતું નુકશાન અટકાવવામાં સહાય થાય છે. અન્ય નમૂનારૂપ સારવારમાં દવા, કસરત અને ફિઝીયોથેરાપી તથા સારા પોશ્ચરની પ્રેકટીસનો સમાવેશ થાય છે . ગરમ કે ઠંડા શેક કરવાથી સ્નાયુઓને રાહત મળે છે અને સાંધામાં થતો દુ:ખાવો ઘટે છે.

અંતર ધ્વનિ સંસ્થા આવા રોગથી પિડાતા દર્દીઓને સપોર્ટ ગ્રુપ તરીકે  સહાય પુરી પાડે છે

અંતરધ્વનિ એ એક એવી સંસ્થા છે કે જે એકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસથી પિડાતા દર્દીઓને  સપોર્ટ ગ્રુપ તરીકે સહાય પુરી પાડે છે. કે જેમાં દર્દીઓ નિયમિત મળતા રહીને તેમના જ્ઞાન અને ક્ષમતા તેમજ પોતાની સ્થિતિમાં સુધારો કરવા પ્રયાસ  કરે છે. આ ગ્રુપમાં  રૂમેટોલોજીસ્ટસ, ફિઝીયો થેરાપીસ્ટસ અને દર્દીઓનું પ્રતિનિધિત્વ  ધરાવતા વિવિધ લોકોનો સમાવેશ થાય છે. આ લોકો આ રોગના કારણો અંગે સંશોધનને સહયોગ પૂરો પાડે છે અને રોગ અંગે થયેલા સંશોધન બાબતે થતી પ્રગતિ અંગે એકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસના દર્દીઓને  માહિતગાર કરે છે. તે મુખ્યત્વે  સંશોધન, દર્દીઓનું હિત, શિક્ષણ, સહયોગ અને આ રોગ અંગે જાગૃતિ ઉભી કરવામાં   સહાય કરે છે.

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઈટીસ શું છે?

એંકીવોઝીંગ સ્પોન્ડીલાઈટીસ એ એવી સ્થીતી છે. કે જેમાં શરીરના તમામ અથવા કેટલાક  સાંધાઓ અને હાડકા વાંસની જેમ અકકડ થઈ જાય છે. તેમાંથી ઘણી વખત પીઠમાં સોજો આવે છે. અને કેટલાક કિસ્સાઓમાં  આંખના  મધ્યભાગને પણ અસર થાય છે. દર 10 હજારે આઠ વ્યકિતઓ આ રોગનો ભોગ બનતા  હોવાનો એક અંદાજ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.