Abtak Media Google News

સૌરાષ્ટ્ર ગુજરાતના બિઝનેશન મેન માટે આફ્રિકામાં ઉદ્યોગો માટેની ટેકનોલોજી, મશીનરી તાલીમ અને કાચો માલ પુરો પાડવાની ઉત્તમતક

યુગાન્ડાથી 20 ડેલિગેટ્સ સાથેનું હાઈ લેવલ બિઝનેસ ડેલિગેશન રાજકોટ આવી રહ્યું છે . જેમાં યુગાન્ડા ના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કે ઝાલા , સંસદસભ્ય  ક્યાતુહેર જેક્વેલને અને સંસદસભ્ય  લુફાફા નેલ્સન 30 સપ્ટેમ્બર 2021 ના રોજ બી ટુ બી મીટ અને 1 અને 2 ઓક્ટોમ્બર 2021 ના રોજ રાજકોટ ની વિવિધ ફેક્ટરીઓની વિઝિટ કરશે. હાઈ લેવલ બિઝનેસ ડેલિગેશન દ્વારા વિવિધ 12 જેટલા એકમોની મુલાકાત કરવામાં આવશે અને 16 થી વધુ કંપનીઓ સાથે વ્યક્તિગત મિટિંગ કરવામાં આવશે . તથા લોકલ ચેમ્બરો ના પ્રમુખ સાથે પણ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર માં નાના અને મધ્યમ ઉધોગોની ઉત્પાદન ક્ષેત્રે ખુબ સારી આવડત અને ફાવટ છે . સૌરાષ્ટ્રની આ ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતા ને ધ્યાન માં રાખીને યુગાન્ડા એમ્બેસી દ્વારા વિઝિટ પ્લાન કરવામાં આવેલ.

આફ્રિકાના અનેક દેશો ગુજરાત માં કાર્યરત લઘુ ઉદ્યોગો જેવા જ ઉદ્યોગો સ્થાપવા આયોજન કરી રહ્યા છે . યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ  પરાગભાઇ તેજૂરા નો આ બાબ સંપર્ક કરવા માં આવેલ છે

યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ તેમની જરૂરિયાતમાં ડેરી અને આઈસ ક્રીમ પ્લાન્ટ અને મશીનરી , ટોયલેટ અને ટીસ્યુ પેપર બનાવવાની મશીનરી , મકાઈની મિલ માટે પ્લાન્ટ અને મશીનરી , અનાજ સંગ્રહ શક્તિ માટે , પશુ આહાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી , મચ્છીમારી ના સાધનો ની ખરીદી , ઇરીગેશન સિસ્ટમ , ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ , મશીનરી અને મિલ , ટોમેટો કેચપ , ચિલ્લી સોસ અને તે પ્રકાર ની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશીનરી , નાની સાઈઝ ની સુગર મિલ તથા શેરડી પીલાણની મશીનરી , મોજા અને એ પ્રકાર ની પ્રોડક્ટ માટે ની મશીનરી , બેકરી પ્રોડક્ટસ ની મશીનરી , એડિબલ ઓઇલ પેસ્ટ બનાવવાની મશીનરી , પીનટ બટર મશીનરી , મીની ઓઇલ મિલ , સુગર કેન મશીનરી , દવા બનાવવા માટે ની વિવિધ મશીનરી અને પ્લાન્ટ સહીત ના ઉદ્યોગો સ્થાપવા માટે તેઓ રસ ધરાવે છે . ટૂંક માં કહીયે તો તમામ પ્રકાર ના લઘુ ઉદ્યોગો માટે ઉપયોગી મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ ડેલિગેશન આવી રહ્યું છે . આ ઉપરાંત અનેક પ્રકાર ના અન્ય ઉદ્યોગો માટે પણ આપણે તેમને માર્ગદર્શન આપી ને શરુ કરાવી શકીયે .

આ વિઝીટ નો ઉદેશ અહીંયા થી પ્લાન્ટ અને મશીનરી ખરીદી કરવાનો તેમજ અહીંના ઉધોગો સાથે એગ્રીમેન્ટ કરી તૈયાર માલ ખરીદવા ઉપરાંત મશીનરી , પ્લાન્ટ કે પ્રોજેક્ટ ખરીદવાનો , ટેક્નોલોજી અને ટ્રેનિંગ તથા કાયો માલ ખરીદવાનો નો રહેશે . સૌરાષ્ટ્ર ગુજરાત ના બિઝનેસમેન માટે આફ્રિકામાં ઉદ્યોગો માટે ની ટેક્નોલોજી , મશીનરી , તાલીમ અને કાચોમાલ પૂરો પાડવાની ઉત્તમ તક નું સર્જન થયેલ છે . યુગાન્ડા ના ડેલિગેશનની સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓ સંસ્થા ના ઉપ પ્રમુખ  મહેશભાઈ નગદીયા,  કેતનભાઈ વેકરીયા ,  નિશ્ચલ સંઘવી ,  દિનેશભાઇ વસાણી ,  મયુર ખોખર ,  લવ પીઠવા ,  ધનપત માલુ ,  ધર્મેન્દ્ર જોશી ,  સુભાષ ગઢવી ,  દિગંત સોમપુરા ,  આનંદ દાવડા ,  દીવેન પડિયા ,  કુશલ ખાનપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.