Abtak Media Google News

Doubling farmers income by 2022, Targeting 5 trillion economy, Target export of 400 Bn Dollars.!આ બધા સપનાં સેવ્યા છે ભારત સરકારે ..!  આ સપના સાકાર કરવાની એક માસ્ટર કી છે ભારતની કૄષિ પેદાશોની નિકાસ શક્ય તેટલી વધારો..! હાલમાં જ દેશનાં ટોચનાં ઉદ્યોગપતિઓના એક સંમેલનમાં સર્વસંમત સૂર એવો આવ્યો છે કે જો ભારતની કૄષિ પેદાશોની નિકાસ બમણી કરી શકાય તો વૈશ્વિક મંચ ઉપર તિરંગો સૌથી ઉંચે ફરકતો જોઇ શકાય.

સર્વિસ થા મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ભારત વિશ્વમાં 11 મા અને 12 મા સ્થાને છે. જ્યારે કૄષિક્ષેત્રમાં ભારત ચીન પછી બીજા સ્થાને છે. છૈલ્લા બે વર્ષમાં બનેલી ઘટનાઓ એવું કહે છે કે વૈશ્વિક મંચ ઉપર જાજરમાન સ્થાન ધરાવતા દેશો ચીન કરતા ભારત સાથે વ્યવસાય કરવા માટે વધારે ઉત્સુક છૈ. હાલમાં પણ ભારત કૄષિપેદાશોની નિકાસના મામલે ટોચનાં 15 દેશોની યાદીમાં છે.

વર્ષ 2019 માં ભારતની કૄષિ નિકાસ 38.54 અબજ ડોલરે પહોંચી હતી. આમછતાં હજુ આપણી નિકાસ વિશ્વની કુલ નિકાસનાં માંડ 2.5 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. હવે ઓર્ગેનિક પેદાશોની નિકાસ એક દાયકામાં સરેરાશ 10 ટકાના દરે વધતી રહે તેવું અનુમાન મુકવામાં આવ્યું છે. જો આ અનુમાન સાચું પડે તો સરકારે દેખાડેલા ઉપરનાં તમામ સપનાં સાચા પડી શકે તેમ છે. દિગ્ગજો પણ કબુલે છે કે કૄષિ માળખા સાથે જોડાયેલા વર્ગ સાથે સમન્વય સાધ્યા વિના આ શક્ય નથી.

હાલનાં સંજોગોમાં ગુણવત્તા, વૈશ્વિક બજારમાં સ્પર્ધા, ફૂડ પ્રોસેસીંગ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ  તથા ભારતીય પ્રોડક્ટ માટેની માન્યતાનાં કારણે આપણને નિકાસમાં મુશ્કેલીઓ આવે છે. આ એવા મુદ્દા છે જે કિસાનોને ખેતરમાં જ ટ્રેનિંગ આપીને સુધારી શકાય તેમ છે. દેશ ખેતી પ્રધાન હોવા છતાં જી.ડી.પી.માં કૄષિનો હિસ્સો 20 ટકાથી ઓછો રહે છે. બદલાતા પર્યાવરણે પણ ભારતનાં કૄષિ ક્ષેત્ર ઉપર માઠી અસર કરી છે. નિષ્ણાંતો કહે છે કે જો આ મામલે કાંઇ પગલા ન લેવાયા તો 2050 ની સાલ સુધીમાં હવામાન 75 ગણું વધારે ખરાબ થઇ જશે. જે ભારતના ઘઉંના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કરી શકે છે.

યાદ રહે કે 2027 ના વર્ષ સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનવાની સંભાવના છે. તેથી ભારતનો ખાદ્યાન્નનો વપરાશ પણ વધશે. સામાપક્ષે કૄષિ ઉત્પાદન વધારવા સાથે તેની ગુણવત્તા સુધારીને વધુ પોષકતત્વ વાળી નિપજ લેવામાં આવશૈ તો જ વૈશ્વિક બજારમાં ભારતના માલની માગ વધશે. જેનાથી દેશની કૄષિ નિકાસમાં વધારો થશે. હાલમાં કેન્દ્ર સરકારે વિવિધ દેશોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટને સુચના આપી છે કે તેમના દેશોમાં ભારતની કઇ કૄષિ પેદાશોની માગ ઉભી થઇ શકે તેમ છે તેનો સર્વે કરીને ભારતીય નિકાસકારો માટે સાનુકુળ સંજોગોનું નિર્માણ કરે . આ પ્રકારની પ્રમોશ્નલ ટેકનીકનાં કારણે ઘણા દેશોમાં ભારતનાં વિવિધ ફળો તથા મસાલા અને ચોખાની નિકાસ શરૂ થઇ છે.

ખાસ કરીને જે તે દેશમાં વસતા ભારતીયોને તેમના માદરે વતનનાં વખણાતા ફળ, શાકભાજી કે મસાલા તેમના રહેણાકના વિસ્તાર સુધી પહોંચાડવાથી આવા કૄષિ ઉત્પાદનોની માગમાં વધારો કરી શકાયો છે. એક વાર સ્થાનિક ભારતીય તેમના પ્રિય ફળો કે શાકભાજી ખાતા થાય ત્યાર બાદ તેમનાથી પ્રેરાઇને આસપાસમાં રહેતા વિદેશીઓ પણ આ ઉત્પાદનનો ઉપયોગ કરતા થયા છે. આ તરકીબને વધારે ગતિ અને પ્રાધાન્ય આપવાથી પણ નિકાસમાં વધારો કરી શકાશે.

ફેસ્ટિવ સિઝનની રાહમાં ગ્રાહકો

દેશની આશરે 140 કરોડની વસ્તી માંથી 90 કરોડને કોવિડ-19ની વેક્સીનનો કમસેકમ એક ડોઝ અપાઇ ગયો છૈ. દેશમાં હજુ પણ કોવિડ-19નાં કેસોમાં વધઘટ થાય છે, છતાં સૌ ટેન્શન મુક્ત અને હળવું જીવન જીવવા આતુર છે. જેની સીધી અસર આવનારા તહેવારોના દિવસોમાં જોવા મળશૈ. હાલમાં જ થયેલા સર્વે પ્રમાણે દેશની 60 ટકા વસ્તી તહેવારોની સિઝનમાં ખરીદી કરવા તલપાપડ બની છે. મે-21 માં જ્યારે સર્વે થયો હતો ત્યારે માત્ર 30 ટકા લોકો જ ખર્ચ કરવા તૈયાર હતા. એ સમય હતો જ્યારે લોકો રોજગાર રહેશે કે નહી અને જીવન રહેશે કે નહી તેની ચિંતામાં હતા. હવે લોકો ખરીદી માટે કેટલું જેટ ફાળવવું તે નક્કી કરવા માંડ્યા છૈ. આ ઉપરાંત ખરીદીની યાદીમાં સૌ પ્રાધાન્ય શેને આપવું તેની યાદી બનાવી રહ્યા છે.

દૈશનાં 36 જિલ્લામાંથી મેળવાયેલા આશરે 115000 સર્વેક્ષણ સેમ્પલનો નિચોડ એવું કહે છૈ કે 18 ટકા લોકો તેમને સૌથી વધુ સાનુકૂળ હોય તેવી પેટર્નમાં ખરીદી કરવા માંગે છે. 39 ટકા લોકો ઓલાઇન ઓર્ડર આપવા તૈયાર છે તો 40 ટકા લોકો જો સંજોગો સાથ આપેતો મોલ કે બજારમાં જઇને વિવિધ વેરાયટી તથા બ્રાન્ડ જોઇને ત્યારબાદ શોપીંગ કરવા માગે છૈ. 33 ટકા લોકો સ્માર્ટફોન, લેપટોપ, પ્રિન્ટર, ટેબ્લેટસ કે રાઉટર ખરીદવાના છે. જ્યારે 15 ટકા લોકો ટેલિવિઝન, ફ્રીઝ, કે વેક્યુમ ક્લિનર જેવી વસ્તુઓ કરીદવાનાં મુડમાં છે. 15 ટકા લોકો એવા પણ છે જે મકાનનું રિનોવેશન કે નવું ફર્નિચર કરાવવાની તૈયારી કરે છે.  દિવાળીમાં 28 ટકા લોકો સોનાનાં દાગીના ખરીદવા માગે છૈ.

લોકડાઉનનાં સમયમાં  ઓનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે તેથી જ આ વખતે એમેઝોન, ફ્લીપ કાર્ટ તથા સ્નેપડીલ વાળા પોતપોતાની રીતે ગ્રાહકોને વધાવવા સજ્જ થઇ રહ્યા છે. જો કે તહેવારોમાં તેમનો ધંધો વધશૈ કે દુકાનદારોનો તે નક્કી નથી. ઇ-કોમર્સવાળાનો ધંધો આગામી તેહવારોમાં નવ અબજ ડોલરનો થવાની ધારણા છૈ જે ગત વર્ષની દિવાળી વખતે 7.4 અબજ ડોલર નોંધાયો હતો. જે 23 ટકા જેટલો ઉંચો વૄધ્ધિદર દેખાડે છે. કદાચ અનુમાન થોડા વધારે પડતાં પણ હોઇ શકે પરંતુ ગ્રાહકોની માનસિકતા બદલાઇ રહી છૈ તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.