Abtak Media Google News

એસ.ઓ.જી.એ દરોડો પાડી 41200 લિટર પેટ્રોલીયમ પ્રોડક્ટ મળી રૂા.27.27 લાખનો મુદ્ામાલ કબ્જે એકની ધરપકડ

રાજકોટ-આટકોટ માર્ગ પર આવેલી ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદે ધમધમતા બાયોડિઝલના પંપ પર એસ.ઓ.જી.એ દરોડો પાડી રૂા.24.72 લાખની કિંમતનો 41,200 લિટર બાયોડિઝલ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.27.27 લાખની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજ્યમાં ગેરકાયદે બાયોડિઝલના વેંચાણને કડક હાથે ડામી દેવા રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના આદેશને પગલે રાજકોટ રેન્જના વડા સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. જી.જે. ઝાલા અને પી.એસ.આઇ. એચ.એમ.રાણા સહિતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

પેટ્રોલીંગ દરમિયાન આટકોટ નજીક આવેલી ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાયો ડિઝલના વેંચાણ થતું હોવાની હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા અને હિતેષભાઇને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા અને વિજયભાઇ ચાવડાએ દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન હોટલના ગ્રાઉન્ડમાં ઓરડીમાં ગેરકાયદે ફ્યુઅલ પંપ ઉભો કરેલો અને રૂા.24.72 હજારની કિંમતનો 41,200 લિટર જ્વલંનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો, લોખંડના બે ટાંકા, ઇલેક્ટ્રીક મોટર, મોબાઇલ અને પ્લાસ્ટીક અને લોખંડના બેરલ મળી રૂા.27.27 લાખના મુદ્ામાલ સાથે મનીષ અનંતરાય ઠાકરની ધરપકડ કરી હતી.મનીષ ઠાકરની પ્રાથમિક પૂછપરછમાં આ ગુંનામાં ભાણા વ્યાસની સંડોવણી ખૂલતા તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.