Abtak Media Google News

અબતક-રાજકોટ

નવરાત્રીનું પર્વ આવી ગયું છે.નવલા નોરતાની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આપણા ગરવા ગુજરાતની મુખ્ય રાસ ગરબા જ ગણાય છે. ગરબાની રમઝટ સાથે નવરાત્રિ દરમિયાન માં ભવાનીની આરતી, પૂજા, અને ઉપાસના પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરે ઘરે માતાજીની મૂર્તિનું સ્થાપન અને પૂજા-અર્ચના કરાય છે.

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે. ત્યારે કલાકારો પણ માતાજીની ભક્તિ આરાધનામાં ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે.

જાણીતા ગાયક સ્વરકાર ઓસમાણ મીર પણ માતાજીની આરતી લઈને આવ્યા છે.શ્રાવણ માસમાં ચંદ્ર શેખરા વાળુ શિવ ભજનની રજૂઆતને ભવ્ય આવકાર મળ્યા બાદ હવે પ્રથમ નોરતે ઓસમાણભાઈ અંબાજીની આરતીની ભાવસભર રજૂઆત સાથે આવી રહ્યાં છે. આ આરતીમાં સંગીત શૈલેષ પંડ્યાનું છે. જ્યારે આસિસ્ટન્ટ ડિરેકટર નવીન વ્યાસ છે. માઈ ભક્તો માટે નવરાત્રીનું આ વધુ એક નજરાણુ પ્રાપ્ત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.