Abtak Media Google News

કામના ભારણ વચ્ચે વધારાની જવાબદારી સોપાતી હોવાના પ્રશ્ને કર્મચારીઓએ લડત શરૂ કરી: બુધવારે ધરણા

રાજકોટ પુરવઠાના ગોડાઉનના તમામ 22 કર્મચારીઓ કામથી અળગા રહેતા કામગીરી ઠપ્પ થઈ

પુરવઠા ગોડાઉનના કર્મચારીઓએ કામના ભારણ વચ્ચે વધારાની જવાબદારી સોપાતી હોવાના પ્રશ્ને સરકાર સામે લડતનું શસ્ત્ર ઉગામયુ છે. કર્મચારીઓએ આજે માસ સીએલ મૂકતા કામગીરી ખોરંભે ચડી હતી.

રાજકોટના પુરવઠા ગોડાઉનમાં પણ તમામ 22 જેટલા કર્મચારીઓ આ માસ સીએલમાં જોડાયા હતા. વધુમાં કર્મચારીઓએ આગામી તા.13 થી ઘરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કર્મચારીઓએ નાયબ જિલ્લા મેનેજરને રજુઆતમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિએ ગોડાઉન ઉપર વિતરણની કામગીરી ખુબ જ વધારે હોય છે જેના કારણોસર જાહેર રજાઓમાં દિવસ-રાત  વિતરણની કામગીરી ચાલુ રાખવા માટે વારંવાર સુચના આપવામાં આવેલ છે.

જયારે મોટાભાગના ગોડાઉન કેન્દ્રો પર ફકત એક કર્મચારી હોય, જેના દ્વારા નિગમની મુખ્ય જવાબદારી વાળી કામગીરીને પહોંચી વળવું પણ ખુબ જ જ મુશ્કેલ છે. જયારે એમએસપી ખરીદીની કામગીરી પણ ખુબ જ અગત્યની અને જવાબદારી વાળી હોઇ, ગોડાઉન કેન્દ્રથી ખરીદી કેન્દ્રનું અંતર વધારે હોઇ, અલગ અલગ વિવિધ એજન્સીઓ પાસેથી કામગીરી લેવાની હોઇ, જણસીને લગત હિસાબી કામગીરી રાખવાની હોઇ, ખરીદ કરેલ જથ્થાનું પરીવહન કરવાની કામગીરી હોઇ વિગેરે કામગીરી વર્ગ-ર કક્ષાના અધિકારીને ન કરાવતા વર્ગ-3 પાસે કરાવી સઘળી જવાબદારી નાના કર્મચારી ઉપર ઠોકી બેસાડવામાં આવે છે અને અનુભવે જણાયેલ છે કે ઘણા કિસ્સામાં એમએસપીને લગત સઘળી જવાબદારી (નાણાકીય સહીત) ગોડાઉન  મેનેજર પર નાખવામાં આવે છે અને તે અંગેની નાણાકીય વસુલાત કરવામાં આવે છે જે ખરેખર ગેરવાજબી બાબત છે.

આ તમામ કારણોસર તમામ કર્મચારીગણ દ્વારા એમએસપીને લગતી તમામ કામગીરીનો બહિષ્કા (અળગા) કરવાનો નિર્ણય  કરેલ છે. એમએસપીની કોઇપણ કામગીરી કરવામાં આવશે નહીં. આજે એમએસપી ખરીદીના વિરોધ અંતર્ગત માસ સી.એલ. કારશે અમે જાહેર વિતરણ વ્યવસ્થાની દરેક કામગીરી કરવા કટિબઘ્ધ છીએ. તેમ છતાં એમ.એસ.પી. ખરીદી બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો તા. 13 થી ગાંધી ચિંઘ્યા માર્ગે  સમગ્ર કામગીરીનો બહિષ્કાર કરી પેનડાઉન સાથે જીલ્લા કચેરીએ ધરણા કરીશું તથા આ કારણે કોઇ પ્રશ્ર્ન ઉદભવશે તો તે અંગેની કોઇ જ જવાબદારી કર્મચારીગણની રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.