Abtak Media Google News

સ્મોલ કોઝ કોર્ટ દ્વારા સામાવાળા એસ્ટેટ બ્રોકર સહિત ત્રણને હુકમ

રાજકોટના એસ્ટેટ બ્રોકર અને તેના બે મિત્રોને  સંબંધના દાવે ઉછીના આપેલ રૂપિયા 75.50 લાખ વસૂલવા રાજકોટના કાનૂની સલાહકારે સ્મોલ કોઝ કોર્ટમાં કરેલા સમરી દાવાના કામે અદાલતે સામાવાળાને કુલ રકમમાંથી 30 ટકા રકમ કોર્ટમાં જમા કરાવ્યા બાદ બચાવનો હક્ક આપવા ઠરાવ્યું છે.

આ આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં નવી કલેકટર ઓફીસ પાછળ  શ્રોફ રોડ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને જમીન મકાનની દલાલીનું કામકાજ કરતા ચંદ્રકાંત અમૃતલાલ વાધેલા વગેરેએ રાજકોટમાં કાનુની સલાહકાર તરીકે કામ કરતા સંજયભાઇ પંડિત પાસેથી મિત્રતા અને સંબંધના દાવે રૂ.55.50 લાખ, એસ્ટેટ બ્રોકરના મિત્રો સંજય શશીકાંત સોલંકીએ રૂ.17.50 લાખ અને રેલનગરમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર યુવરાજસિંહ અનીરુધ્ધસિંહ ઝાલાએ રકમ રૂ. 55 હજાર હાથ ઉછીના મેળવી રકમ પરત કરવા બાબતે હાથ ઉંચા કરી દેતા, સંજયભાઇ પંડિતે આ બધા વિરુધ્ધ રાજકોટ સ્મોલકોઝ કોર્ટમાં 2કમ વસુલવા  સમરી દાવો દાખલ કર્યો હતો. જેમા  સ્મોલ કોઝ કોર્ટે આ બધા પ્રતિવાદીઓને દાવામાં કુલ લેણી રકમની 30 ટકા રકમ જમા કરાવ્યા બાદ જ દાવામાં બચાવનો હકક પ્રાપ્ત થશે, તે મતલબનો હુકમ ફરમાવેલ છે.

વધુમાં એસ્ટેટ બ્રોકરે વર્ષ 2019માં સંજય પંડિત વિરુધ્ધ વ્યાજ વટાવ અંગેની ફરીયાદ  એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી, જે ખોટી ફરીયાદને  હાઇકોર્ટે રદ કરતો હુકમ ફરમાવેલ છે, જે અંગે આવી ખોટી ફરીયાદ કરવા સબબ 35 લાખ બદનક્ષી, માનસીક ત્રાસ બદલનું વળતર મેળવવાની નોટીસ પણ  પંડિત દ્વારા એસ્ટેટ બ્રોકરને ફટકારવામાં આવી છે અને આ વળતર મેળવવા એસ્ટેટ  બ્રોકર વિરુધ્ધ કાનુની જંગના મંડાણ કરેલ છે, તેવું  સંજયભાઇ પંડિતે પોતાની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.