Abtak Media Google News

ગીતા માત્ર ગ્રંથ નહીં પરંતુ આધુનિક વિશ્ર્વમાં મેનેજમેન્ટ શીખવતું શાસ્ત્ર છે

સત્સંગમાં જોડાવવા ઇચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

જીઓ ગીત પરિવારના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સમગ્ર રાજકોટવાસીઓ માટે ભગવદ્દ ગીતા થી આપણાં જીવનમાં કઇ રીતે ફેરફાર કરી શકીએ અને આપણા જીવનને કઇ રીતે દિવ્ય બનાવી શકીએ એ માટે ‘દિવ્ય ગીતા થી દિવ્ય જીવન’ વિષય પર પરમ પુજય મ.મ. ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજકોટના આંગણે એક અનેરો પ્રસંગે આવ્યો છે. ગુજરાત સ્કુલ ઓફ એકસેલેન્સ (ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ) જીઓ ગીત પરિવાર અને શ્રી કૃષ્ણ કૃપા પરિવાર ના સહયોગથી દિવ્ય ગીતા સે દિવ્ય જીવન વિષે સત્સંગ કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

આપણે આપણા જીવનનું રોજબરોજ વહન કરીએ છીએ. વિવિધ ક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણા જીવનના દરેક આયોજનમાં ભગવદ્દ ગીતા એક અનેરી દિશા પ્રદાન કરે છે.ભગવદ્દ ગીતા માત્ર એક ગ્રંથ નહીં પરંતુ આધુનિક વિશ્ર્વમાં મેનેજમેન્ટ શિખવતું શાસ્ત્ર છે.જીવનનું મેનેજમેન્ટ હોય કે પછી બીઝનેસ મેનેજમેન્ટ હોય, ભગવદ્દ ગીતા દરેક પહલુેંમાં માર્ગદર્શન આપે છે, અની નિર્વહન કરવા માટે અલગ દિશા આપે છે.આ અલગ અનેરી દિશા શું છે ?

ભગવદ્દ ગીતાથી દિવ્ય જીવન કઇ રીતે જીવી શકાય ? આવા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે.પરમપુજય મ.મં. ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ રાજકોટના આંગણે પધાર્યા છે. જેમના ઉપલક્ષ્યમાં દિવ્ય ગીતા સે દિવ્ય જીવન વિષય પર સત્સંગ કાર્યક્રમ રાખેલ છે.

આ કાર્યક્રમમાં પરમપુજય મ.મં. ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ અને પરમ પુજય સ્વામી પરમાત્માનંદજી દ્વારા ભગવદ્દ ગીતાથી દિવ્ય જીવન વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે અને રાજકોટવાસીઓના પ્રશ્ર્નોનું સમાધાન કરવામાં આવશે.સત્સંગ કાર્યક્રમ આગામી તા. 22મી ઓકટોબર 2021 (શુક્રવાર) બપોરે 3.30 કલાકે ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સ (ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ) શિવધારા રેસીડેન્સી, શ્રી બંગલોઝ  પાછળ ડી-માર્ટ નજીક, પ0 ફુટ રોડ કુવાડવા રોડ રાજકોટ ખાતે યોજાશે. જે રાજકોટવાસીઓ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છે છે તેમણે મો. નં. 98515 98513 પર પોતાનું નામ નોંધાવવાનું રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જીઓ ગીત પરિવારના સભ્યોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.