Abtak Media Google News

જીવન વિકાસનું મહત્વનું પાસુ એટલે કે શિક્ષણ

નવી શિક્ષણ નીતિ ચાર મહત્વપૂર્ણ ઘટકો પર આધારિત: ભારતીયકરણ,  પ્રેક્ટિકલ ટુ થિયરી ક્ધસેપટ, વિદ્યાર્થીઓ દ્વારા વિષયોનું ચયન અને પરીક્ષા વ્યવસ્થા

લોકોના જીવનમાં શિક્ષણનું મહત્વ અનેરૂ હોય છે. જેનું મુખ્ય કારણ એ છે કે શિક્ષણ લોકોના જીવન સાથે જોડાયેલું છે લોકોના સંસ્કાર સાથે જોડાયેલું છે અને લોકોને પ્રતિભા સાથે પણ જોડાયેલું છે. એટલે જ કહી શકાય કે જીવન વિકાસનું મહત્વનું પાસુ એટલે કે શિક્ષણ. પહેલાના સમયમાં 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવતું હતું બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સાથે રહેવું કારણકે બ્રહ્મ એટલે જ્ઞાન અને બ્રહ્મ એટલે ઈશ્વર. આ તમામ મુદ્દા પર નિષ્કર્ષ એ વાતનો નીકળે છે કે મનુષ્ય નું ઘડતર માત્રને માત્ર શિક્ષણ થી જ શક્ય છે. સરકાર દ્વારા જે શિક્ષણ નીતિ બનાવવામાં આવે છે તેનું મુખ્ય પાયો એટલે કે મનુષ્યનું ચારિત્ર ઘડતર જો મનુષ્ય નું ઘડતર સારી રીતે થઇ શકશે તો તે દેશસેવામાં પોતે જ ભાગે થશે ત્યારે શિક્ષણવિદો દ્વારા જે ચારિત્ર ઘડતર કરવામાં આવે તેને ધ્યાને લઈને જ શિક્ષણ નીતિ બનાવવામાં આવતી હોય છે. શિક્ષણનીતિની સંકલ્પના એ છે કે વ્યક્તિ નિર્માણ યોગ્ય રીતે થવું જોઈએ.

શિક્ષણ નીતિની અમલવારી બાદ વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ તેઓ  તેમનું ચારિત્ર ઘડતર કરી દેશની ઉન્નતિમાં ભાગે થઈ શકશે

વિદેશ અભ્યાસ જતા વિદ્યાર્થીઓને હવે દેશમાં અભ્યાસ કરવા માટે રૂચિ રાખશે સાથે તેઓને ભાર વગરનું ભણતર પણ મળી રહેશે

રાજકોટના શિક્ષણવિદ મેહુલભાઈ રૂપાણીએ નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા કયું હતું તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખુબ જ બ્રોડ ક્ધસેપ્ટ છે જ્યાં બાળકોને વસુદેવ કુટુંબકમ ની ભાવના શિક્ષણ સાથે શીખવાડવામાં આવશે. નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નીચે જાહેરાત કરવામાં આવી છે તેના ચાર મુખ્ય પહેલુઓ અથવા તો કહી શકાય કે ચાર સૌથી મોટા પિલરો છે જેમાં પ્રથમ તો ભારતીય કરણ અને વિશ્વ મારુ કુટુંબ છે તે ભાવના ઉજાગર વિદ્યાર્થીઓમાં થાય જ્યારે બીજી સંકલ્પના એટલે કે બીજો મોટો પિલરએ છે કે હવે વિદ્યાર્થીઓને મળતું શિક્ષણ થિયરી ટુ  પ્રેક્ટીકલ નહીં પરંતુ પ્રેક્ટીકલ ટુ થિયરી હોવું જોઈએ. ત્રીજી સંકલ્પના એ છે કે વિદ્યાર્થીઓને વિષય પસંદગી કરવા માટે ઈલેકટિવ વિષયો હોવા જોઈએ તેનું બાસ્કેટ આપે એટલે કે વધુ વિકલ્પો આપવામાં આવે જેથી વિદ્યાર્થી તેના રસ અને રૂચિ આધારિત વિષયની પસંદગી કરી શકે અને ચોથી સંકલ્પના એ છે કે પરીક્ષાની વ્યવસ્થા બદલાવવામાં આવે. ચાર મુખ્ય ઘટકો ઉપર જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉભી છે.

વધુમાં મેહુલભાઈ રૂપાણીએ આ તમામ ચાર પીલરો વિશે વિસ્તૃત ચર્ચા કરતા જણાવ્યું હતું કે સમગ્ર શિક્ષણની જો કોઈ ધરા હોય ધર તો તે ભારતીયકરણ છે જેમાં યોગ, આસન, પ્રાણાયામ અને વસુદેવ કુટુંબકમ ની ભાવના ઉજાગર થવી જોઈએ જેથી જે કોઈ વિદ્યાર્થી જે કોઈ વિષયનો અભ્યાસ કરે તો તેમાં એક ભાગ વિશ્વના કલ્યાણ માટેનો આવો જોઈએ. ત્યારે જે સમયે નવા સિલેબસ નું નિર્માણ કરવામાં આવે તે સમયે આ ઘટક ને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. ત્યારબાદ જે મહત્વનો ઘટક છે તે એ છે કે શિક્ષકોએ પણ આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું પડશે. ઋષિ કાળમાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે તેમનું યોગ્ય ઘડતર થાય તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેતા હતા ત્યારે નવી શિક્ષણ નીતિમાં પણ હવે શિક્ષકોને પણ એક અલગ જ પ્રકારે પ્રશિક્ષણ અને તેમનું ઓરીએન્ટસન કરવામાં આવશે.

તો સાથ હાલની જે શિક્ષણ નીતિ પ્રવર્તિત છે તેમાં વિદ્યાર્થીઓને સર્વપ્રથમ થિયરી બાદ પ્રેક્ટીકલ કરવામાં આવતું હોય છે. પરિણામે જે યોગ્ય અભ્યાસ અને જે યોગ્ય જ્ઞાન મળવું જોઈએ તે મળી શકતું નથી જેથી નવી શિક્ષણ નીતિમાં સર્વપ્રથમ વિદ્યાર્થીઓને પ્રેકટીકલ મારફતે જ જે તે વિષયનું જ્ઞાન આપવામાં આવશે અને તેમાં જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન ઉદભવી થાય તો તેનો જવાબ શિક્ષકો દ્વારા થીયરી રૂપે અપાશે. હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓ કે જે સાયન્સ ફેકલ્ટીમાં હોય છે તે પ્રેકટીકલમાં જ નિપુણતા આવી જોઈએ તે આવતી નથી જેથી હવે શિક્ષકોનો પણ રોલ અત્યંત મહત્વનો થઈ ચૂક્યો છે.

તેવી જ રીતે નવી શિક્ષણ નીતિ નો જે ત્રીજો પિલર છે તે એ છે કે, વિદ્યાર્થીએ જ પોતાના ઇચ્છિત તને ગમતા વિષયોની પસંદગી કરવાની રહેશે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિષયોનું બાસ્કેટ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ માત્ર બે વિષય જ જે કોર  વિષય હશે તેનો અભ્યાસ કરવાનો રહેશે બાકીના ત્રણ વિષય તેમની પસંદગીના રહેશે. બીજી તરફ આ નવી નીતિમાં  5 માંથી 2 કોર વિષયોની પસંદગી પણ વિદ્યાર્થીઓને જ કરવાની રહેશે જેથી વિદ્યાર્થીઓ તેમનો રસવાળા વિષયોનો અભ્યાસ કરી શકે અને પોતાની કળા અને કૌશલ્યને વધુ સમૃદ્ધ બનાવી શકે.  જેથી વિજ્ઞાનનો અભ્યાસ કરતો વિદ્યાર્થી આર્ટસનો પણ વિષય ભણી શકે છે.

એટલું જ નહીં જે વિદ્યાર્થી દ્વારા વિષયોની પસંદગી કરવાની રહેશે તે તેમનું ભવિષ્યમાં ઉપયોગી કેટલું સાબિત થઈ શકશે તેને ધ્યાને લઈને જ નિર્ણય લેવામાં આવશે.  અને ચોથું તું અત્યંત મહત્વપૂર્ણ ઘટક છે તે એ છે કે પરીક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાવી પડશે હાલની શિક્ષણ નીતિમાં 70 માર્ક એક્સટર્નલ અને 30 માર્ક ઇન્ટરનાલના છે. જે આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે પરંતુ હવે એવું શક્ય નહીં બને ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં વિદ્યાર્થીઓનું ચરિત્ર નિર્માણ કરવામાં આવતું હોવાથી મૂલ્યાંકન પણ તે આધારે જ થવું જોઈએ જેથી સોમા રખના પ્રશ્નપત્રમાં 20 માર્કના પાંચ સેગમેન્ટ મૂકવામાં આવે જેમાં પ્રથમ 20 માર્કમાં એ વાતનો ખ્યાલ આવે કે વિદ્યાર્થીને લખતા અથવા તો જે તે વિષયની સંકલ્પના બાંધતા આવડે છે કે કેમ. જયારે બીજા 20 માર્કમાં તે પ્રેઝન્ટેશન સારું કરી શકે છે કે નહીં.એવીજી રીતે ત્રીજા 20 માર્કમાં એમસિક્યુ પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકે છે કે જ્યારે ચોથા 20 માર્કમાં જે તે વિદ્યાર્થી તેના શિક્ષક સાથે વાર્તાલાપ કરે તેમાંથી પણ તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને છેલ્લા 20 માર્ક જે પ્રેક્ટિકલ કરવામાં આવ્યું હોય તેના આધાર ઉપર વિદ્યાર્થીને માર્ક મળશે.

વધુમાં મેહુલભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓ જે શિક્ષણ એ છે તેમાં બહાર વધુ છે ત્યારે આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં મુકાશે ત્યારથી વિદ્યાર્થી અને શિક્ષકોને ગૌરવની અનુભૂતિ થશે. સામે ચેલેન્જ એ વાતનો પણ છે કે વિદ્યાર્થીઓની શિક્ષણ માટેની આખી ધબ બદલવામાં આવશે જેના માટે શિક્ષકોએ પણ પોતાની પૂર્ણ તૈયારી રાખવી પડશે અને તેને ધ્યાને લઇ અમલવારી પણ કરાવી પડશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે રાજી થતા હોય છે અને તેમના માતા-પિતા પણ તેમના બાળકોને વિદેશ મોકલે છે જેથી તેઓ ત્યાં સારુ શિક્ષણ મેળવી શકે અને તેઓ પોતાનું કારકિર્દી પણ સારી રીતે કરી શકે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મા બાપ જે તેમના બાળકોને વિદેશમાં મોકલે છે તે પણ ભારે હૃદય સાથે મોકલતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં પણ દેશ દાદા હોવાના કારણે તેઓને પણ વિદેશમાં જય અભ્યાસ કરવો નથી ગમતો હતો પરંતુ આ નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને વિદેશ ની જેમ જ દેશમાં અભ્યાસ કરી શકશે અને તેઓ તેમનું કારકિર્દીનું ઘડતર પણ સારી રીતે કરી શકશે.

અંતમા મેહુલભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષની અંદર જ આ શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઈ જશે જેથી મહત્તમ લાભ વિદ્યાર્થીઓને મળી શકે સામે વિદ્યાર્થીઓ માં શિક્ષણ નીતિ અંગે જાગૃતતા મુદ્દે તેઓએ કહ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે ત્યારે જે કોઈ જે કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતો હોય અને તેને જો વાણિજ્ય વિષય અંગે પ્રશિક્ષણ મેળવ્યું હોય તો તે કોઈ પણ દેશના ખુણે વાણિજ્યના શિક્ષકને ઓનલાઈન સંપર્ક સાધી શકે છે અને જે તે વિષયનો અભ્યાસ પણ કરી શકે છે.

જેથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે વિદ્યાર્થીઓ માં જાગૃતતા કેળવવાની કોઈ જ જરૂરિયાત રહેતી નથી. એવી જ રીતે આ નવી નીતિમાં જે રીતે વિદ્યાર્થીઓ નું ઘડતર થશે તેનાથી રાષ્ટ્ર નિર્માણ માટે પણ સારા દિવસો શરૂ થશે મુખ્ય કારણ તો એ છે કે જે વિદ્યાર્થીઓનું વ્યક્તિ નિર્માણની સાથે ચારિત્ર નિર્માણ થશે તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હશે કે તે કેવી રીતે વધુને વધુ દેશ માટે ઉપયોગી થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.