Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારીનાં સુત્રોથી પ્રચાર કરવામાં આવે છે ત્યારે બુટેલગરો માટે મુસાફરો કરતાં એસટી વધું સલામત બની ગયેલ છે. કેશોદ ખાતે થોડાં સમય પહેલાં ગુટખાના થેલામાં વિદેશી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ હતી. ત્યારે ફરી એક વખત દિવથી આવતી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી ઝડપાઈ છે.

કેશોદ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ એમ બી ચૌહાણને મળેલી ખાનગી માહિતી મુજબ દીવથી આવતી એસટી બસમાં વિદેશી દારૂ લાવવામાં આવે છે. ત્યારે કેશોદ પોલીસ કાફલા સાથે વોચમાં હતાં ત્યારે દિવ જેતપુર રૂટની બસ નં GJ-18-Z-5435માંથી વિદેશી દારૂ સાથે બસનાં ડ્રાઇવર કંડકટર સહિત એક ઈસમને પકડી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ૧૩૨૭૦ રોકડા, મોબાઈલ ફોન નંગ-૩કિમત રૂપિયા ૮૦૦૦/- વિદેશી દારૂની કિંમત રૂપિયા ૨૮૦૦/- મળીને કુલ રૂપિયા ૨૪૦૭૦/- કુલ મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.