Abtak Media Google News

અબતક, વંથલી

વંથલીના વસપડા ગામે 5 વર્ષીય પરપ્રાંતીય મજુર ને રાત્રે દીપડા એ ફાલી ખાધા ની ઘટના સામે આવી છે.  વંથલી તાલુકાનાં વસપડા ગામે દીપક ભાઈ પટોળીયા ની વાડીએ દાહોદ જીલ્લાનાં સીન્ગવડ તાલુકાનાં પરપ્રાંતીય મજુરો પેટીયું રળવા આવ્યા હતા.

દીપક ભાઈ પાટોડિયાની વાડીએ ગોડાઉન માં સુતા હતા તે દરમિયાન ગોડાઉન નો દરવાજો ભૂલથી ખુલ્લો રહી જવા પામ્યો હતો અને તે સમયે જ જંગલી દીપડો ત્યાં આવી ચડ્યો હતો. આ મજુરો પૈકી તેની માતા પાસે સુતેલ 5 વર્ષીય યોગેશ મનહર ભાઈ ચરપોટ ને દીપડો ઉપાડી ગયો હતો.

આ બાળકે રાડ પાડતા એની સાથે સુતેલા તેના પરિવાર જનો જાગી ગયા હતા અને બાળક ને બચાવવા ભારે જહેમત કરી હતી. પરંતુ માનવભક્ષી દીપડો આ બાળક ને અડધો કિલોમીટર દુર ઢસડી જઈ ફાડી ખાધો હતો. ઘટના ની જાણ થતા ગામ નાં સરપંચ સહીત નાં લોકો ત્યાં પહોચ્યા હતા અને વનવિભાગ ને જાન કરાતા સ્થળ રોજકામ બાદ મૃતદેહ ને વંથલી ખાતે પોષ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.

બાળકને ફાડી ખાનાર દીપડા દ્વારા એક જ દિવસ માં અલગ અલગ ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં આલીધ્રા ગામે  આલીધ્રા વાડી વિસ્તાર માં, તેમજ રાત્રે 12 વાગ્યે વસપડા ગામે હુમલો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.