Abtak Media Google News

પાંચ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને સમરસ હોસ્ટેલમાં દાખલ કરાવી ઉચ્ચઅભ્યાસની આશાને ફળીભુત કરી

દિવ્યાંગ ગોહીલ હેતલબેન માટે પુન: દ્રષ્ટી પ્રાપ્તી અર્થે આશા નું કિરણ બનતા કલેકટર અરુણ મહેશ બાબુ ચેન્નાઇની સ્પે.હોસ્પીટલમાં આંખની વિશેષ તપાસ માટે ભલામણ

રાજય સરકાર ક્ધયા કેળવણી પર વિશેષ ભાર અને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે રાજય સરકારના આ અભિગમને અનુરૂપ અનુકરણીય કાર્ય રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી અન્યો માટે અનુકરણીય દ્રષ્ટાંત પુરૂ પાડયું છે.

રાજકોટ ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી ઉચ્ચઅભ્યાસની આકાંક્ષા સાથે આવેલ પાઠક દક્ષાબેન, ગોહિલ હેતલબેન સુરેશભાઇ, ખાણદાર મીતલબેન, ખાણદાર સાવિત્રીબેન અને કાતરીયા મીતલબેન એમ કુલ પાંચ દિવ્યાંગ ક્ધયાઓને સમરસ હોસ્ટેલના ધારાધોરણો પ્રમાણે ઉમરમર્યાદાથી ઉપરની વયને કારણે પ્રવેશ મળવાપાત્ર ન હતો. પરંતુ સમાજસુરક્ષા વિભાગ દ્વારા આ તમામ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓની કલેકટર સાથેની રૂબરૂ મુલાકાત કરાવતા તેઓની વિગતો જાણી સહાનુભૂતિ દર્શાવી કલેકટર અરૂણ મહેશ બાબુએ વિશેષ કિસ્સામાં ભલામણ કરી તેઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ અપાવી ઉચ્ચાભ્યાસની આકાંક્ષાને ફળીભુત કરવા પ્રોત્સાહક બળ પુરૂ પાડયું છે.

આ અંગે વધુ વિગતો આપતા સમાજસુરક્ષા અધિકારી  મેહુલ ગોસ્વામી એ જણાવ્યું હતું કે એક આંખે સંપૂર્ણ દિવ્યાંગ અને બીજી આંખમાં માત્ર 20 ટકા વિઝન ધરાવતા ગોહીલ હેતલબેનને પૂન:દ્રષ્ટ્રી પ્રાપ્ત થાય તે માટે ખાસ ચેન્નાઇ સ્થીત સ્પેશીયલ આંખની હોસ્પીટલ ખાતે સંપર્ક કરી તેઓના કેસની વિગતો તપાસાર્થે મોકલવા ભલામણ કલકેટરએ કરી છે. તેઓએ આ તકે જો હેતલબેનને પૂન: દ્રષ્ટ્રી પ્રાપ્ય થવી શકય હોય તો સારવારનો સંપૂર્ણ ખર્ચ  આપવાની તૈયારી દર્શાવી હતી. આમ રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ દિવ્યાંગ હેતલબેનને પુન: દ્રષ્ટ્રી મેળવવા માટે આશાનું કિરણ બનવા સાથે પાંચ દિવ્યાંગ અભ્યાસુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની આંકાક્ષાપૂર્તી માટે પ્રેરક બની નિષ્કામ કર્મયોગ વડે કર્મયોગીની વિભાવનાને સાચા અર્થમાં ચરીતાર્થ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.