Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુંળી, સાયલા વિસ્તારમાં મળી આવતા ખનીજ કાર્બોસેલનું ગેર કાયદેસર ખનન અને  વહન દિનરાત ૨૪ કલાક ચાલી રહ્યું છે. ત્યારે થાન પી.જી.વી.સી.એલ. ના અધિકારીની હપ્તા પધ્ધતિથી  ભડુંલા તળાવ નામના વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલના સ્થળેથી પીજીવીસીએલની બહારની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા સ્થલ ઉપરથી ૩ બીન વારસી ટી.સી. મળી આવ્યા હતા. જ્યારે શહેરમાં અન્ય સ્થળે ચેકીંગ હાથ ધરી ૨૬ ચોરીના કેસ દાખલ કરી રૂ.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

થાન પંથકમાં ખનીજ ચોરીની સાથે સાથે વીજ ચોરી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. થાન પીજીવીસીએલના અધિકારીને કયા સ્થળે, કેટલા ટી.સી.ચાલી રહ્યા છે, કોના છે તેની તમામ માહિતી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોય ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૧૫ ટીમો બનાવી થાન પંથકમાં વીજ  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ ટીમ દ્વારા ભડુલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાના સ્થળે પહોંચતા સ્થળ ઉપરથી ૩ બિનવારસી ટી.સી. ઝડપી પાડયા હતા. જ્યારે શહેરમાં અન્ય ૨૬ આસામીઓને વીજ ચોરી માં ઝડપી પાડી રું. ૫ લાખના બિલો ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

સ્થાનિક અધિકારી  હપ્તા ઉઘરાવતા હોય કશી જ કાર્યવાહી કરતા ન હોવાની ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવા પામી છે. પરંતુ તમામની મીલીભગત હોય બે નંબરનું રેકેટ જેમનું તેમ ચાલી રહ્યું છે. સામન્ય માણસના ઘેર ૧ ટ્યુબ લાઈટને પખો વાપરતા લોકોને પીજીવીસીએલ દ્વારા લાખો ‚પિયાના દંડ ફટકારવામાં આવે છે. જયારે દિન રાત ૨૪ કલાક સ્થાનિક અધિકારીની મીઠી નજર હેઠળ ચાલતા વીજ ચોરી કેસમાં તંત્ર આગળ કશા જ પગલા લેશે કે પછી કાયદો ફક્ત સામાન્ય માણસોને લાગુ પડે છે. તે મુદ્દો શહેરમાં ચર્ચાઈ રહયો છે.

પત્રકાર દ્વારા જાગૃતતા દાખવતા તેના પર પણ દબાણ

હજુ થાનમાં તાજેતરમાં જ તે જ્યારે ચોટીલામાં આઇજી દ્વારા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ ખાતે શરમ જન ઘટના બની હતી સુરેન્દ્રનગર એલસીબી શાખાના પોલીસ કર્મચારી અને ત્યાંના પોલીસ કર્મચારીને છરી બતાવી અને દારૂની આખી કાર લુંટીને ભાગી ગયા હતા ત્યારે આ વિશે પણ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે થાન પીઆઇ ચૌધરી અને સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ચૌધરી વ્યારા ચર્ચાનો વિષય બનતા કારને પરત મંગાવી અને આરોપીને વઘારેલો બતાવી અને ગુનો નોંધવાની ફરજ બની હતી ત્યારે આ અહેવાલમાં પ્રથમ રહેલા પત્રકારને પણ જાગૃતતા દાખવવા છતાં પણ એમ કેમ રીતે દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો-વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી કથળી છે જે આ ગુનાશોધક શાખાના પી.આઈ શું જાણકાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ એ ભારે માઝા મૂકી છે સુરેન્દ્રનગર શહેરમાં ખુલ્લેઆમ દા‚ના અડ્ડાઓ ચાલી રહ્યા છે એ કોની પરમિશનથી ચાલે છે જે પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ તમામ ઘટનાઓની જો તપાસ કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરની અનેક અટકળો બહાર આવે તેવી હાલમાં શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે.

 

વહિવટદાર મજબુત હોવાથી સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ ચોરી વધી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનથી ચોટીલા મૂડી સાયલા સહિતના ગામોમાં ગેરકાયદેસર રીતે ખાણોમાંથી બેફામ રીતે ખાણ ખનીજ વિભાગની મીલીભગત હેઠળ ગેરકાયદેસર ખાણોમાંથી ગેરકાયદેસર અને ખનીજ ચોરી થતી હોવાની અવારનવાર એક પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ગઈકાલે થાનગઢ ગામમાં ખાણ ખનીજ માફિયાઓ દ્વારા તેથી લગાડી અને ગેરકાયદેસર વીજળી મેળવવાની ઘટના સામે આવી છે ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે સુરેન્દ્રનગર પી.આઈ.ઞુના શોધક શાખાના પી.આઈ ચૌધરી શું આ ઘટનાથી અજાણ હશે તેમજ ખાતે પણ પીએ નો ચાર્જ એમની પાસે જ રહેલો છે ત્યારે અનેક પ્રકારની અટકળ હાલમાં ઊભી થઈ છે ત્યારે મોટા પાયે વીજળી ચોરી પકડાઈ છે તેમજ ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કાર્બોસેલકાઢતા  હોવાની પણ ગઈકાલે સાંજથી ચર્ચાઓ ચાલી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના એલસીબી પીઆઇ અને થાનના પીઆઇ ચૌધરી ના વહીવટદાર કોણ છે અને કોણ આ કામગીરી કરી રહ્યા છે ત્યારે હાલમાં લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે એલસીબી નોવહીવટઅમરસગ નામનો પોલીસકરતો હોવાનું જાણવા મળ્યું છે… ! ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડ્યા શું આમાં જાણતા હશે તે પણ સ્વાલ ઉત્પન્ન થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ધાંગધ્રા રેતી માટીનું ચોરીનું મોટું નેટવર્ક નેટવર્ક ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ રેતીની ચોરી નું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે સાયલામાં ગેરકાયદેસર ૫૦૦થી વધુ ડમ્પરો ખાણ ખનીજ વિભાગ માંથી ચોરી કરી અને પસાર થઈ રહ્યા છે.

આમ છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લા ગુનાશોધક શાખાના પીઆઈ ચૌધરી તો હજારો છે કે કેમ તેમણે છેલ્લા કેટલાક સમયથી થાન ખાતે પીઆઇ તરીકે રહેલા છે અને હાલમાં પણ ચાલુ છે આમ છતાં કાર્બોસેલની ચોરી થઈ રહી છે વીજળીની ચોરી થઈ રહી છે આમ છતાં પણ થાનમાં વહીવટદાર મજબૂત હોવાના કારણે આ તમામ પ્રકારનું ખનન વહન બેફામ રીતે ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગર થી જો તપાસ હાથ ધરવામાં આવ્યો હતો અસંખ્ય પોલીસ અધિકારીઓ પણ ઝપટમાં આવી જાય તેવી સંભાવના લોકોમાં કરતા રહી છે ત્યારે શું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક આ અંગેની તપાસ કરશે કે કેમ તેઓ સવાલ હાલમાં જનતામાં તેમજ સ્થાનમાં ચર્ચાઈ રહ્યો છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.