Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતમાં સાર્વજનિક અને સંસ્થાકિય પ્રવૃતિઓ સામે ઉદાર વલણ રાખવામાં આવે છે, અલબત્ત આ અભિગમના કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો ભરપૂર ગેર લાભ મેળવે છે અને છેલ્લા બે દાયકામાં સાર્વજનિક સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી વિદેશમાંથી મેળવવામાં આવતી સહાયના નામે વ્યાપક પ્રમાણમાં કર ચોરી ની સાથે સાથે ટેરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાના વારંવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ત્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટે વિદેશમાંથી આવતા ભંડોળ અંગે આપેલા એક મહત્વના નિર્દેશ માં એ વાતની સ્પષ્ટ હિમાયત કરવામાં આવી છે કે સંસ્થાઓને ભંડોળ આપનારાઓની નાણા ક્યાં વાપરવા તેની સ્થિતિ અને હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, દાન અને સહાય સામે કોઇને વાંધો ન હોય પણ દાન સહાય અને આર્થિક મદદના રૂપમાં આપવામાં આવતા નાણાંનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં અનેતિક અથવા તો રાષ્ટ્રનું અહિત થતું હોય ત્યાં હરગીઝ વપરાવુંજ ન જોઈએ, વિદેશી ભંડોળ ની કલમ ૮ માં રહેલા નિર્દેશ મુજબ ભારતમાં પૈસા મોકલાવનાર નો હેતુ અને મોકલાયેલા રૂપિયા ક્યાં વાપરવા માં આવનાર છે, આ હેતુ માટે આ દાન આપવામાં આવ્યું છે?

મોકલાયેલા પૈસાનો ઉપયોગ જે કામ માટે પૈસા મોકલવામાં આવ્યા છે તે કામ માટે થાય છે કે કેમ,? તેના પર તંત્રની ચાપતી નજર રહે તેવી હિમાયત કરવામાં આવી છે, વિદેશી ભંડોળના નામે દેશમાં ઠાલવવામાં આવતા રૂપિયા ખરેખર સાર્વજનિક અને માનવતાના કામ માટે જ વાપરવામાં આવતા હોય તો કોઈ વિરોધ ન હોય પરંતુ સંસ્થાકીય સહાયના નામે આવતા પૈસાનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં રાષ્ટ્ર હિત પર જોખમ ઊભું કરનારું ન જ બનવું જોઈએ,

ભારતનો આર્થિક સામાજિક અને રાજકીય વિકાસ અને વૈશ્વિક મંચ પર એક જવાબદાર રાષ્ટ્ર તરીકેની ગરિમા દિનપ્રતિદિન મજબૂત થતી જાય છે ત્યારે રાષ્ટ્રના અહિતકારી તત્વો યેનકેન પ્રકારે દેશની રાજકીય સામાજિક સ્થિતિ ડામાડોળ થાય તેવી ફિરાકમાં રહે છે અને અરાજકતા માટે વિદેશી ભંડોળ અ ને સહાયના નામે નાણા મોકલી ને ટરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ ને મજબૂત કરે છે.

ત્યારે વિદેશમાંથી આવતી એક એક પાઈ જે હેતુથી મોકલવામાં આવે છે તે મુજબ જ વાપરવાના નિયમનો ઉપયોગ અને પૈસા મોકલનાર નો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ સંસ્થાકીય સહાય ના નામે આવતું ભંડોળ તંત્રની નજરમાં જ રહેવું જોઈએ આ વ્યવસ્થામાં જરા પણ બાંધછોડ નજ થાય તેની તકેદારી પણ રાષ્ટ્રીય સુરક્ષા નો એક અભિન્ન અંગ જ ગણાય…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.