Abtak Media Google News

સૈયદ મુસ્તાક અલી ટી-ર0 ક્રિકે ટુર્નામેન્ટના એલીટ ઇ ગ્રુપમાં સૌરાષ્ટ્રની ટીમે દિલ્હીને 13 રન પરાજય આપી નોક આઉટ સ્ટેજમાં પ્રવેશ મેળવી લીધો છે. આગામી 16મીએ સૌરાષ્ટ્ર નોક આઉટ મેચ રમશે.લાહલીના ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી સામેની મેચમાં સૌરાષ્ટ્રના સુકાન જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિકેટ કીપર બેટસમેન સેલ્ડશન જેકશને બે સિકસર અને 11 ચોગ્ગાની મદદથી માત્ર 47 દડામાં 79 રન ફટકાર્યા હતા. ચિરાગ જાનીએ 29 બોલમાં આક્રમક 4ર રન ફટકાર્યા હતા. નિર્ધારિત ર0 ઓવરમાં સૌરાષ્ટ્રની ટીમે 6 વિકેટના ભોગે 166 રનનો જાુમલો ખડકયો હતો.

દિલ્હી વતી શિવાંગે બે વિકેટ, નવદીપ સૈન, પ્રદિપ સાંગવાન, સમરજીત સીંગ અને દિપક મુનીયાએ એક એક વિકેટ ઝડપી હતી.167 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત ર0 ઓવરમાં પાંચ વિકેટના ભોગે માત્ર 153 રન જ બનાવી શકી હતી.

સૌરાષ્ટ્ર વતી કુશાંગ પટેલે બે વિકેટ, જયદેવ ઉતડકટે, ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક એક વિકેટ ખેડવી હતી. દિલ્હીને 13 રને હરાવી સૌરાષ્ટ્રે નોક આઉટ સ્ટેજમાં પ્રવેશ કરી લીધો છે હવે 16મીએ નોકઆઉટ મેચ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.