Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

આઈસીસી ટી-૨૦ વિશ્વ કપનો ફાઇનલ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે ન્યૂઝીલેન્ડ સતત સ્ટ્રેટેજીકલી એટલે કે વ્યુઆત્મક રમત રમવા માટે જાણીતું છે. પરંતુ ઓસ્ટ્રેલિયા દ્વારા પાવરફુલ રમત રમી ન્યૂઝીલેન્ડની વિવ્યુંને છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ટીમ 10 ઓવરમાં માત્ર 57 રન જ બનાવી શકી હતી ત્યારે ન્યૂઝીલેન્ડ નો વિચાર એ હતો કે વિકેટ હાથમાં રાખી ત્યારબાદની ઓવરમાં પાવરહીટ કરવામાં આવે.

બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ માત્ર સ્ટાર્ક અને હેઝલવુડ ને ટાર્ગેટ કર્યા હતા બાકી રહેતા બોલરો પર જે પ્રભુત્વ રાખવું જોઈએ અને રાખવામાં તેમ નિષ્ફળ નીવડી હતી. એવી જ રીતે પ્રથમ દાવ લેવા છતાં પણ જે રીતનો સ્કોર આક્રમકતા થી થવો જોઈએ તે કરવામાં ન્યૂઝીલેન્ડ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું હતું અને તેમ માત્ર 172 રન જ બનાવી શક્યું હતું.

પ્લેયર ઓફ ધ મેચ તરીકે મિચેલ માર્શ અને પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે ડેવિડ વોર્નરની પસંદગી કરવામાં આવી. 

173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી અને ડેવિડ વોર્નરની સાથે મિચેલ માર્શએ જે રીતે વિસ્ફોટક રમત રમી તેને જોઈ ફિલ્મ સાતડા બાકી રહેતા જ સૌપ્રથમ વખત વિશ્વ કપ ટી ટ્વેન્ટી ચેમ્પિયન બની હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઓસ્ટ્રેલિયાની ટીમે સહેજ પણ ગભરાયા કે મૂંઝવ્યા વિના આક્રમકતા દાખવી હતી સામે ન્યૂઝીલેન્ડના બોલેરો વિકેટ લેવાના બદલે અને કેવી રીતે રન રોકી શકાય તે દિશામાં બોલિંગ કરતા નજરે પડ્યા હતા. સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જે રીતે પાકિસ્તાનને માત આપી તે જ પ્રકારની રમત તેઓએ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી જેનું હકારાત્મક પરિણામ પણ ઓસ્ટ્રેલિયાને જ મળ્યું.

ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં ૪ વિકેટે ૧૭૨ રન નોંધાવ્યા હતા. જેનો જવાબ આપવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઓવરોમાં ૨ વિકેટે લક્ષ્ય સિદ્ધ કર્યો હતો.ઓસ્ટ્રેલિયા આ સાથે પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ૧૭૨ રન ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોર હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ફાઇનલમાં ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવી રેકોર્ડ સાથે વિજય મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.