Abtak Media Google News

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આજે લગ્નના છેલ્લા દિવસે બંને એકમેકના બંધનમાં બંધાશે ત્યારે ગઈકાલે બીજા દિવસે સવારે મંડપ મુહૂર્ત બાદ સાંજે હલ્દી રસમ અને રાત્રે બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના સમયે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતેથી જોધપુર શહેરનો રાત્રિ નજારો નિહાળ્યો હતો.

3B477F08 75B6 4A48 99Cb 4A098Ced55B2

આ સાથે રાત્રિના સમયે બોલિવૂડ નાઇટમાં જાણીતા સિંગર સચિન-જિગરની જુગલ જોડીએ લોકોને પોતાના સૂરીલા અંદાજમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ જય અને હિમાંશીનો કપલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Screenshot 9 2

સંગીત સંધ્યાનો પ્રસંગ મહેરાંગઢ પેલેસમાં યોજાયો હતો જ્યાં મહેમાનોના સ્વાગત માટે એક અદભુત લાઈટિંગનો નજારો ઉભો કરવામાં આવ્યો હતો અને આ પેલેસ પરથી આખા જોધપુરનું નાઈટવ્યૂ જોવા મળતું હતું. ઉલ્લેખનીય છે કે ખાસ ઉમેદભવન પેલેસ પર પણ લાઈટિંગ કરવામાં આવી હતી જે રોજ નથી હોતી, જેથી કરીને મેહરાંગઢ ફોર્ટથી સુંદર નજારો દેખાય.

Screenshot 10 1

આ ફોર્ટના ઉપરના ભાગમાં જ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. ભોજન બાદ બોલિવૂડ નાઈટ્સમાં સેલિબ્રિટી સચિન-જીગરે બધાને સૂરસંગીતના તાલે જુલવ્યા હતા તો તેમની સાથે વિવિધ પ્રકારના ડાન્સરોએ પણ પરફોર્મન્સ આપ્યું હતું જેમાં અમેરિકાસ ગોટ ટેલેન્ટમાં ભારતના પ્રતિનિધિ શકિર અને રિહાન પણ હતા. જય અને હિમાંશી એ પણ જબરદસ્ત કપલ ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બોલિવૂડનાં ગીતોના સૂર રેલાવતા જોવા મળ્યા હતા, તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી નજરે પડી હતી.

ડીજેના તાલે જૂમ્યો ઉકાણી પરિવાર:

Screenshot 11 2

રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ-ગરબામાં ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી તો ગઈકાલે બીજા દિવસે બોલિવૂડ નાઇટમાં જાણીતા સચિન-જિગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકરોને બોલીવૂડનાં ગીતો સંભળાવ્યાં હતાં. ડીજેના તાલે ઉકાણી પરિવાર ઝૂમી ઊઠ્યો હતો. જય અને હિમાંશી સહિતના કપલને ડાન્સ કરાવ્યો હતો.

32A74B3F 6F33 47C3 895F Bfb6Df16A87C

ત્રિ-દિવસીય જાજરમાન લગ્નના આજે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હિમાંશીના લગ્ન યોજવાના છે. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે 3.45 વાગ્યે જાન પ્રસ્થાન થશે અને 7.30 વાગ્યે હસ્ત મેળાપ યોજવામાં આવશે અને રાત્રિના સમયે મંગલ ફેરા ફરી જય અને હિમાંશી પ્રભુતામાં પગલાં માંડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.