Abtak Media Google News

1 લાખથી વધુ વસ્તી ધરાવતી પાલિકાઓની કેટેગરીમાં મોરબી 7માં ક્રમે, ભુજ 8માં ક્રમે અને 9માં ક્રમે, પ0 હજારથી 1 લાખ સુધીની વસ્તી ધરાવતી પાલીકાઓની કેટેગરીમાં દ્વારકા 4થા ક્રમે અને ભચાઉ 8મા ક્રમે

ઝોનની નગરપાલિકાઓને સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રાદેશિક કમિશ્નર ડો. ધીમંતકુમાર વ્યાસે પાઠવ્યા અભિનંદન

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર ભારતમાં યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ ઝોન અંતર્ગત આવતી નગરપાલિકાઓએ શ્રેષ્ઠ રેન્કીંગ હાંસલ કરેલ છે. એક લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓની કેટેગરીમાં ગુજરાત રાજયના રેન્કીંગમાં મોબરી 7 માં ભુજમાં  માં અને ગાંધીધામ નગરપાલિકા 9માં ક્રમે આવેલ છે.

પ0 હજારથી 1 લાખ સુધીની વસ્તી ધરાવતી નગરપાલિકાઓની કેટેગરીમાં અંજાર નગરપાલિકા 4થા ક્રમે રપ હજારથી પ0 હજારની વસ્તી ધરાવતી નગરપાલિકા ઓની કેટેગરીમાં દ્વારકા નગરપાલિકા 4 થા ક્રમે અને ભચાઉ નગરપાલિકા 8 માં ક્રમે આવેલ છે.ઝોનની નગરપાલિકાઓને સ્વચ્છતા સર્વેક્ષના માપદંડોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસ તરફથી અભિનંદન પાઠવીને સ્વચ્છ ભારત મિશન ક્ષેત્રે કામગીરી જાળવી રાખવા અને તેમાં ઉતરોતર સુધારો કરવા તમામ નગરપાલિકાઓને અનુરોધ કર્યો હતો.

એક માસમાં 14 પાલિકાઓના રૂ. ર1 કરોડના વિકાસ કામોને મંજુરી

એક માસમાં જ રાજકોટ ઝોન કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ 14 નગરપાલિકાઓની ર01 જેટલા વિકાસ કામોની રૂ. ર1,01,12,540 ની ર1 દરખાસ્તોને તાંત્રિક અને વહીવટી મંજુરીઓ આપી દેવામાં આવેલ છે. જે અન્વયે રૂ. 7,84,24,437 જેવી ગ્રાન્ટ આ નગરપાલિકાઓને હવાલે મૂકવામાં આવેલ છે.પ્રાદેશિક કમિશ્નર ધીમંતકુમાર વ્યાસ દ્વારા નગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓને આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને ઝડપથી મંજુર થયેલ વિકાસ કામો ગુણવત્તાયુકત રીતે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અઘ્યક્ષ ડો. ધનસુખભાઇ ભંડેરીના અઘ્યક્ષસ્થાને તારીખે રપ નવેમ્બરના રોજ રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટ ઝોનની 30 નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખો કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસર સાથે યોજાનાર સમીક્ષા બેઠકમાં તમામ યોજનાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવશે.

સફાઇ કામદારો અને ફાયર બ્રિગેડની ભરતીમાં પણ શ્રેષ્ઠ કામગીરી

સરકારની સફાઇ કામદારોની પ0 ટકા ભરતી યોજના અને વડામથકની નગરપાલિકાઓના અગ્નિશાસન સેવાના કર્મચારીઓની ભરતી પ્રકિય્રા માં રાજકોટ ઝોનની નગરપાલિકાઓમાં રાજયભરમાં શ્રેષ્ઠ કામગીરી હાથ ધરાઇ.પ0 ટકાના ધોરણે ભરવાપાત્ર 1216 સફાઇ કામદારો પૈકી  ઓકટોબર અંતિતની સ્થિતિએ ર4 નગરપાલિકાઓમાં 1043 જેટલા સફાઇ કામદારોની સીધી ભરતી પ્રક્રિયા પુર્ણ કરીને આ તમામ સફાઇ કામદારોને નિમણુંક હુકમો આપી દેવામાં આવેલ છે.

ઝોનની 30 નગરપાલિકાઓમા: એ જ રીતે રાજય અગ્નિશમન સેવા અઁતર્ગત જિલ્લા વડામથકની નગરપાલિકાઓ તરીકે જાહેર થયેલ છ નગરપાલિકાઓ ભુજ, મોરબી, ગોંડલ, કાલાવડ, પોરબંદર અને ખંભાળીયા હસ્તકના ડિવીઝનલ ફાયર સ્ટેશનની અગ્નિશમન સેવાની મંજુર થયેલ કુલ 126 જગ્યાઓ પૈકી 91 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નિમણુંકના હુકમો આપી દેવામાં આવેલ છે.

જેના કારણે રાજકોટ ઝોન હેઠળના તમામ જીલ્લાઓમાં ફાયર ઓફીસર સહીતની ફાયર બ્રિગેડ ટીમ જીલ્લા કક્ષાએ પૂર્ણપણે કાર્યરત થયેલ છે.નગરપાલિકા વિસ્તારની અગ્રિમ આવશ્યક સેવાઓના સક્ષમ સંચાલન માટે નગરપાલિકાઓને પુરતું નાણાંકીય ભંડોળ ઉપલબ્ધ થઇ શકે તે અર્થે પ્રાદેશિક કમિશ્રર ધીમંત વ્યાસે 31 માર્ચ સુધી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવા ઝોનની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને તાકીદ કરેલ છે.

અગાઉના વર્ષોના બાકી કરવેરાઓ તથા મોટી રકમના બાકી વેરાઓની ઝડપથી વસુલાત કરવા નગરપાલિકા અધિનિયમ-1963ની જોગવાઇઓ અનુસાર અગ્રિમ કાર્યવાહી હાથ ધરવા તમામ નગરપાલિકાઓને સુચના આપી છે.વધુમાં પ્રાદેશિક કમિશ્ર્નર ધીમંત વ્યાસે રાજકોટ ઝોનની તમામ નગરપાલિકાઓના પદાધિકારીઓ, અધિકારીઓને નગરપાલિકાઓનો નાણાંકીય અને કારોબારી વહીવટ સુદ્રઢ બનાવીને શહેરની અગ્રિમ આવશ્યક સેવાઓની પરિપુર્તિ લોકાભિમુખ અને પારદર્શક રીતે થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવા અને શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવા અનુરોધ કર્યો હતો.

અતિવૃષ્ટિથી ડેમેજ થયેલા 36.54 કી.મી. રોડની ઝડપભેર કામગીરી

ગત ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદના કારણે ડેમેજ થયેલા નગરપાલિકા વિસ્તારના રસ્તાઓ રીસર્ફેસ કરવા રાજય સરકાર તરફથી વર્ગવાર ગ્રાન્ટ સીધી નગરપાલિકાઓના હવાલે મુકવામાં આવેલ. રાજકોટ ઝોનની ર4 નગરપાલિકા વિસ્તારોમાં રોડ રીસર્ફોસીંગની કામગીરીને વેગવાન બનાવવામાં આવેલ છે.કોન્ટ્રાટક એજન્સીના ડીફેકટ લાયેબીલીટી પીરીયડમાં આવતા રસ્તાઓની રીસફેસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.