Abtak Media Google News

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ)ની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ.870 થી રૂ.900 નક્કી થઈ છે: બિડ/ઓફ ખુલવાની તા.30 નવેમ્બર,2021 અને બિડ/ઓફર બંધ થવાની તા.2 ડિસેમ્બર, 2021

સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કંપની) એ 30 નવેમ્બર, 2021 ના એનો આઇપીઓ (ઓફર ) લાવશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ . 870 થી રૂ . 900 નકકી થઈ છે. બિડ લઘુતમ 16 ઇક્વિટી શેર અને પછી 16 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફરમાં રૂ.20,000 મિલિયન સુધીના દેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ  અને 58,324,225 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે, જેમાં 30,683,553 ઇક્વિટી શેર સેફ્રકોપ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા એલએલપી (” પ્રમોટર વિક્રેતા શેરધારક) ના ,

137,816 ઇક્વિટી શેર કોનાર્ક ટ્રસ્ટના , 9,518 ઇક્વિટી શેર એમએમપીએલ ટ્રસ્ટના (પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારકો) તેમજ 7,680,371 ઇક્વિટી શેર એપિસ ગ્રોથ 6 લિમિટેડના , 4,110,652 ઇક્વિટી શેર મિઓ આઇવી સ્ટારના, 7.438,564 ઇક્વિટી શેર યુનિવર્સિટી ઓફ નોત્રે દેમ દુ લેકના, 4,110,652 ઇક્વિટી શેર મિઓ સ્ટારના, 2,509,099 ઇક્વિટી શેર આરઓસી કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના, 1,000,000 ઇક્વિટી શેર વૈકટસ્વામી જગન્નાથનના ,

500,000 ઇક્વિટી શેર સાંઇ સિનેશના અને 144,000 સુધી ઇક્વિટી શેર બર્જિસ મિનુ દેસાઈ (સંયુક્તપણે  અન્ય વિક્રેતા શેરધારકો) નાં સામેલ છે.ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે રૂ . 1,000 મિલિયન સુધીનું રિઝર્વેશન (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) સામેલ છે. ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ , 1957 , જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર,) મુજબનાં નિયમ 19 (2) (બી) ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (મૂડી ઇશ્યૂ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતો) નિયમનો , 2018 ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. આ ઓફર સેબી આઇસીડીઆરના નિયમન 6 (2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે થઈ છે. જેમાં નેટ ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી . (ક્યુઆઇબી પોર્શન) ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં અમારી કંપની અને વિક્રેતા શેરધારકો

GCBRLMs BRLMs અને સહ- BRLMsસાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને સપ્રમાણ આધારે ફાળવી શકે છે . એન્કર રોકાણકાર પોર્શનનો એક – તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે , જે તેમની પાસેથી એન્કર રોકાણકારોને જે કિંમતે ફાળવણી થઈ હોયએ કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે .

ઉપરાંત ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર પોર્શનને બાદ કરતાં ) નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને (એન્કર રોકાણકારો સિવાય) ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે . જોકે , જો મ્યુચ્યુઅલ ફંડ પાસેથી કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે . તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર કર્યુઆઇબીને સપ્રમાણસર ફાળવણી કરવા માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે .

ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનો મુજબ , નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન – સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો RIB ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે , જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત અરજી કરનાર લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇક્વિટી શેર સપ્રમાણ આધારે ફાળવવામાં આવશે , જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે . તમામ બિડર્સ (એન્કર માટે રોકાણકારો સિવાય) ને તેમના સંબંધિત બેંક ખાતા ( યુપીઆઈ વ્યવસ્થાનો ઉપયોગ કરીને RIBs  યુપીઆઈ આઇડી સહિત ) ની વિગત પ્રદાન કરવા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (ASBA) પ્રક્રિયાનો ફરજિયાત ઉપયોગ કરવાની જરૂર છે ,

જેમાં બિડની સંબંધિત રકમ SCSBN કે સ્પોન્સર બેંક , જે લાગુ પડે એના દ્વારા બ્લોક થશે . એન્કર રોકાણકારોને અજઇઅ પ્રક્રિયા દ્વારા સહભાગી થવાની મંજૂરી નથી . વધારે જાણકારી મેળવવા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના પેજ 413 પર શરૂ થતી ” ઓફર ઇન્ફોર્મેશન  જુઓ , રેડ હેરિંગ પ્રોસ્પેસ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે .

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ  છે- કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ,એકિસસ કેપીટલ લિમિટેડ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ , સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ , સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , કેડિટ સુસ્તી સીકયોરિટીઝ ( ઇન્ડિયા ) પ્રાઇવેટ લિમિટેડ , જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ , ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ , આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.