Abtak Media Google News

પારદર્શક વહિવટ કરી યાર્ડના ચોકીદારની ભૂમિકા ભજવીશ: ઢોલરીયા

તાજેતર મા યોજાયેલ માર્કેટ યાર્ડ ની ચુંટણી મા ભાજપ દ્વારા કોંગ્રેસ નો વ્હાઇટ વોસ કરી તમામ 18 બેઠકો પર વિજય મેળવી ફરી સતા હાંસલ કર્યા બાદ  યોજાયેલ ચેરમેન,વાઇસ ચેરમેન ની ચુંટણીમા અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચુંટાયા હતા.

નવા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યુ કે યાર્ડ એ ખેડૂતો નુ તિથઁસ્થાન છે.તેમણે ભાવુક બની જણાવ્યુ કે મારા પિતા એ પચ્ચીસ વર્ષ યાર્ડ મા મેટાડોર ચલાવ્યુ હતુ.એ પછી મે દશ વર્ષ મેટાડોર ચલાવી ગુણીઓ ઉચકી હતી એ જ યાર્ડ મા ચેરમેન બન્યો છુ. તેમણે ભાજપ અને પુવઁ ધારાસભ્ય જયરાજસિહ નો આભાર વ્યક્ત કરી યાર્ડ મા પારદશઁક વહીવટ ની ખાત્રી આપી પોતે યાર્ડ મા ચોકીદાર ની ભુમિકા નિભાવશે તેવુ જણાવ્યુ હતુ.

પુવઁ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા એ સિહ ગજઁના સાથે કહ્યુ કે પ્રસંગો મા ટેટુ ચિતરાવવા ની ફેશન છે.યાર્ડ તરફ કોઇ ગંદી નજર કરશે તો હુ તેને ’ટેટુ ’ચીતરી દઇશ.અહી ખેડૂતો ની સલામતી અગ્રસ્થાને છે.

ચુંટણી બાદ યોજાયેલ સન્માન સમારંભ મા વિશાળ સંખ્યા મા ઉપસ્થિત કાયઁકર્તાઓ એ નવા સુકાનીઓ નુ સન્માન કર્યુ હતુ.જેમા મગનભાઈ ઘોણીયા,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી,મહામંત્રી મનીષભાઈ ચાંગેલા,મનસુખભાઇ રામાણી,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત,તાલુકા પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી,નગપાલીકા પ્રમુખ સમીરભાઈ કોટડીયા, નાગરીક બેંક ના ચેરમેન અશોકભાઈ પિપળીયા,પ્રફુલભાઈ ટોળીયા,સંતો મહંતો સહીત બહોળી સંખ્યા મા સમર્થકો હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.