Abtak Media Google News

સાંજે હિરાણી કોલેજ ખાતે ભાવિ પત્રકારો માટે અને બપોરે ડાયેટભવન ખાતે ભાવી શિક્ષકો માટે એઇડસ સેમિનાર યોજાશે

વિશ્વ એઇડસ દિવસ અનુસંધાને વિવિધ ઉજવણીના ભાગરુપે રાજકોટ શહેરમાં આજે સવારે જી.ટી. શેઠ સ્કુલ કે.કે.વી. ચોક ખાતે છાત્રો હતા. છાત્ર શકિતને યુવા ધનને જોડીને આ વર્ષે સંસ્થા એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા માર્ચ-2022 સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. શાળા ખાતેના કાર્યક્રમમાં ચેરમેન અરૂણ દવે  તથા શાળાના આચાર્ય ભાવેશભાઇ દવે, સતિષભાઇ તૈરૈયા અને શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

આજે બપોરે જીલ્લા શિક્ષણ તાલિમ ભવન ડાયેટ ખાતે બપોરે ભાવી શિક્ષકો માટે એઇડસ વિષયક સેમીનાર અને સાંજે હિરાણી કોલેજ ખાતે ભાવિ પત્રકારો માટે એઇડસ જનજાગૃતિ સેમીનાર સાથે રોગચાળા અટકાયતમાં પત્રકારની ભૂમિકા વિષય સેમીનાર યોજાશે. ગઇકાલે જીલ્લા શિક્ષણાધિકારી,  પ્રાથમિક શિક્ષણ સમીતીની શહેર જીલ્લાની 24પ0 શાળાના દોઢ લાખથી વધુ છાત્રોએ પોતાની શાળામાં રેડ રિબન નિર્માણ કરીને એઇડસ જનજાગૃતિ પ્રસરાવી હતી.

શાળા-કોલેજ તેમજ વિવિધ સંસ્થા આવા સેમીનાર યોજવા માટે ચેરમેન અરૂણ દવે મો. નં. 982પ0 78000 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

છાત્રોમાં એઇડ્સની જાગૃતિ લાવવી જરૂરી: ભાવેશભાઇ દવે (આચાર્ય જી.ટી. શેઠ સ્કુલ)

શાળાના આચાર્ય ભાવેશભાઇ દવેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે દર વર્ષે અમો લોકો છાત્રોની વિશાળ રેડરિબન બનાવીએ છીએ. આજના યુગમાં છાત્રોને એચ.આઇ.વી. વાયરસની સમજ આપવી ઘણી જરુરી છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે લડી રહેલ આપણે સૌ સાથે છાત્રો પણ વાયરસ સામે પ્રતિકારક શકિત મેળવવા માટે ઘણા જાગૃત થયા છે ત્યારે એઇડસને નાબુદ કરવાની ઝુંબેશમાં છાત્રશકિતને સામેલ કરવી ઘણી જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.