Abtak Media Google News

કિવીઝને 372  રને કારમો પરાજય મળ્યો, અશ્ર્વિન અને જયંત ઝળકયાં: ચોથા દિવસના

પ્રથમ સેશનની શરૂઆતની એક કલાક પણ ન્યૂઝીલેન્ડની ટીમ પીચ પર ન ટકી શકી

 

અબતક, મુંબઇ

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ ભારતે 1-0 થી જીતી લીધી છે. મુંબઈની વિકેટ ટર્નિંગ હોવાના કારણે મેચ નું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું હતું જેમાં ચોથા દિવસના પ્રથમ સ્ટેશનમાં ન્યૂઝીલેન્ડની ટીમ પૂરી એક કલાક પણ વિકેટ પર ટકી શકી ન હતી અને જયંત યાદવ દ્વારા લેવામાં આવેલી ચાર વિકેટ ની મદદથી ભારતે સિરીઝ જીતી લીધી છે. આ ટેસ્ટ મેચમાં બેટ્સમેનોની સાથે સ્પિનરો ઝળક્યા છે જેમાં અશ્વિન અને જયંત યાદવનું યોગદાન  અનેરૂ રહ્યું હતું.ભારતે ત્રીજા દિવસે જ ન્યૂઝીલેન્ડ ની પાંચમી ટોપા તારી પ્રીત સુનિશ્ચિત કરી લીધી હતી પરંતુ વાસ્તવિકતા તો એ છે કે વાનખેડે ની ટર્નિંગ વિકેટ હોવાના પગલે બીજો ટેસ્ટ મેચ પાંચમો દિવસ પણ ન જોઇ શકે તે અનુમાન પહેલેથી જ આવી ગયું હતું અને પરિણામે ચોથા દિવસના પ્રથમ સેસન એક કલાકની અંદર જ ભારતે ન્યૂઝીલેન્ડને 372 રને કારમો પરાજય આપ્યો હતો. ભારત તરફથી સર્વાધિક ચાર વિકેટ અશ્વિન અને જયંત યાદવે મેળવી હતી જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી ટીમને વિજય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર ચાર ખેલાડીઓ જ બે આંકડામાં નોંધાવી શક્યા હતા જેમાં ડેરલ મિચેલ 60 રન, હેનરી નિકોલસ 44 રન, રચીન રવિન્દ્ર 18 રન અને વીલ યંગ 20 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડને 540 રનનો  વિશાળ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રન જ બનાવી શકી હતી. અરે 372 રનથી જીત મળતા ભારતીય ટીમની આ સૌથી મોટી જીત પણ માનવામાં આવે છે. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ 140 રને પાંચ વિકેટ ગુમાવી હતી જ્યારે બીજા દિવસની શરૂઆતમાં માત્ર એક કલાકની અંદર  ન્યૂઝીલેન્ડ માત્ર 27 રન બનાવી શકી હતી અને બાકી રહેતી પાંચ વિકેટો પણ ગુમાવી હતી . ભારતમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 8 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી સાત ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. આ જીત સાથે અને નવા રેકોર્ડો પણ સ્થાપિત થયા છે જેમાં વાનખેડેમાં વિજય મળતાં ભારત આ ત્રિજો ટેસ્ટ વિજય વાનખેડે ખાતે નોંધાયો છે. તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડ પ્રદર્શન ના પગલે આ જીત મળી છે જેમાંથી ભારતના બેટ્સમેનોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ સતત ચર્ચામાં આવ્યું છે જેમાં ઇજાગ્રસ્ત મયંક અગ્રવાલ એ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી તો બીજી ઇનિંગમાં તેને અડધી સદી ફટકારી ટીમને મજબૂતી આપી હતી એટલું જ નહીં જડેશ્વર પૂજારાની સાથે અન્ય ખેલાડીઓ નું યોગદાન પણ અનેરૃ રહ્યું હતું. સંખેડાની વિકાસ ઉપર વધુ ભેજ હોવાના કારણે મેચ રોમાંચક બની રહેશે તેવું પહેલા દિવસથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું જે અનુમાન ખરા અર્થમાં સાચું પડ્યું છે અને મેં ચોથા દિવસે જ નિર્ણાયક બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.