Abtak Media Google News

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

 

સીસીટીવીના આધારે પોલીસે બંને મહિલાઓની શોધખોળ હાથ ધરી

 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બે મહિલાઓ બુટ્ટી ખરીદવા માટે આવી અને સોની વેપારીને સાચી બુટ્ટી લઈ અને ખોટી બુટ્ટી મૂકીને નાસી છૂટતા વેપારીને ખબર પડતાં તુરત જ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તંત્રને જાણકારી આપી અને બંને મહિલાઓને ઝડપી લેવા માટેની લીંબડી પોલીસે તજવીજ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી ખાતે જવાહર રોડ ઉપર આવેલ વસંતલાલ જીવણલાલ ની દુકાન ખાતે બે મહિલાઓ સોનાની બુટ્ટી ખરીદી કરવા માટે આવી હતી ત્યારે આ બંને મહિલાઓ સાચી બુટ્ટી લઈ અને ખોટી બુટ્ટી મૂકી અને ફરાર થઈ જવા પામી છે ત્યારે સોની વેપારીને અંગેની જાણકારી મળતા તુરંત પોતાની દુકાનમાં રાખેલા સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલાઓને કેમેરામાં કેદ થઇ ગઇ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે લીંબડી પોલીસ તંત્રને જાણકારી આપવામાં આવી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધી અને બંને મહિલાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે સોની વેપારીઓમાં મહિલાઓ આ રીતે છેતરપિંડી કરી અને સોનાના દાગીના તફડાવી ન જાય તેની તકેદારી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.